સિન્થે. ડાયમંડ પાવડરમાં વેટની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોલી રોડ પરની ડાયમંડ યુનિટમાંથી સિન્થેટિક ડાયમંડ પાવડરનો જથ્થો પકડયા બાદ ડીઆરઆઈ આ કેસમાં ઊંડા ઉતરવાનો પ્રયાસ કરી રહી રહ્યું છે. બ્લેકમાં પાવડર વેચનારાઓ માત્ર ડયૂટી ફ્રી સ્કીમનો જ દુરુપયોગ નથી કરી રહ્યા પરંતુ વેટ અને આઇટીની પણ ધૂમ ચોરી કરી રહ્યા છે. સિન્થેટિક પાવડર પર ૧પ ટકા વેટ લાગે છે, પરંતુ બીલ વગર જ ધંધો થઈ રહ્યો હોવાથી વર્ષે કરોડો રૂપિયાની વેટ ચોરી થઈ રહી છે. દરમ્યાન વેટ વિભાગના અધિકારીઓ મોડે-મોડે જાગ્યા છે અને ડીઆરઆઈ પાસે આ કેસની વિગતો માગનાર છે. સિન્થેટિક ડાયમંડ અને ડાયમંડ પાવડર પર વેટનો તફાવત ૧૪ ટકા છે. સિન્થેટિક ડાયમંડ પર એક ટકા વેટ છે જ્યારે પ્ ાાવડર પર ૧પ ટકા છે. વેટનો રેટ ઊંચો હોવાને લીધે જ ડાયમંડના અનેક વેપારીઓ પાવડર બ્લેકમાં જ લેવાનો આગ્રહ રાખે છે.

આ પાવડર ત્રણ રીતે શહેરમાં આવે છે. એક તો ડયૂટી ફ્રી સ્કીમ હેઠળ બીજું લીગલ એજન્ટ દ્વારા અને ત્રીજું બ્લેક દ્વારા. આ ઉપરાંત શહેરમાં માત્ર એક જ જગ્યાએ સિન્થેટિક ડાયમંડ પાવડર બનાવવામાં આવે છે. ત્યાંથી પણ પાવડર સપ્લાઈ થાય છે. જો કે આ કામ જેન્યુઅન છે. વેટના અધિકારીઓએ કયારેય બ્લેકમાં પાવડર વેચનારાને પકડયા નથી કે કયારેય સરણ બનાવતી ફેકટરીઓમાં તપાસ કરીને એ જાણવાની કોશિષ કરી નથી કે સરણ બનાવવા માટે પાવડર ક્યાંથી આવે છે. અને તેનું બીલ છે કે કેમ? માત્ર એજન્ટ પાસે કે વિદેશી કંનપીની ફ્રેન્ચાઈજી ધરાવનાર પાસેથી માલ ખરીદનાર હીરાના વેપારીઓ વેટ ભરીને માલ લેતાં હોય છે.

જેન્યુઅન વેપારીઓએ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખીને પણ રાજય સરકારમાં પાવડર પરનો વેટ ઘટાડવા રજૂઆત કરી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહતો. બીજી તરફ કસ્ટમ વિભાગની દાદાગીરીના લીધે પણ બેનંબરમાં પાવડર લાવનારઓની સંખ્યા વધી રહી છે. પાવડરના એજન્ટ કહે છે. પાવડરની વેલ્યુ હાલ કેરેટ દીઠ ડોલરમાં ૦.૦૨૯૦ છે. પરંતુ કસ્ટમ અધિકારીઓ ફિક્સ વેલ્યુ ૦.૦૪પ૦ જ ગણે છે. આમ એક રીતે ડબલ ડયુટી ચૂકવવી પડે છે. જ્યારે વેલ્યુ ડાઉન થાય ત્યારે પણ કસ્ટમ વિભાગ ૦.૦૪પ૦ના આધારે જ ડયૂટી ગણે છે.

રીયલ ડાયમંડનો ભૂક્કો ૧.પ૦ રૂપિયે કિલો

વર્ષ ૧૯૮પ-૮૬માં સિન્થેટિક પાવડરનો ભાવ કિલો દીઠ ૭૦ થી ૮૦ વચ્ચે રહેતો હતો. ચાઇનાએ આ ધંધામાં એન્ટ્રી કરતાં ભાવ ઘટવા લાગ્યો અને આજે ૧૦ થી ૧૨ હજારની વચ્ચેનો ભાવ રહી ગયો છે. સુરતમાંથી રીયલ ડાયમંડનો અનેક કિલો ભૂક્કો નિકળે છે. આ ભૂક્કો પણ પાવડર બનાવીને વેચવામાં આવે છે. તેનો ભાવ કિલો દીઠ રૂપિયા ૧.પ૦ લાખ હોય છે. આ પાવડરથી અનેક જાતના ટુલ્સ બને છે.