સુરત: પરમાર અને પોરે ઘરભેગા નહીં થાય ત્યાં સુધી SVNITમાં શિક્ષણકાર્ય ઠપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ધોમધખતા તાપમાં વિદ્યાર્થીઓએ પણ દિવસ દરમિયાન મુખ્ય ઓફિસ સામે પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું )

પરમાર અને પોરે ઘરભેગા નહીં થાય ત્યાં સુધી SVNITમાં શિક્ષણકાર્ય ઠપ
પ્રોફેસરોની ભૂખ હડતાળ, ગરમીમાં શેકાતા વિદ્યાર્થીઓના દેખાવો
સુરત: એસવીએનઆઇટીના લંપટ પ્રોફેસર વિવેકાનંદ મિશ્રા અને રંજીત રોયને બચાવવા ડિરેકટર અને રજિસ્ટ્રારની મિલી ભગત હોવાનો વિદ્યાર્થીઓ હવે સીધો આક્ષેપ કરી રહ્યા છે. ડિરેક્ટરના રાજીનામા બાદ રજિસ્ટ્રાર પરમારના રાજીનામાની માંગણી સાથે ગુરૂવારે ત્રણ પ્રોફેસરો ભૂખ હડતાળ પર બેઠા હતા. ધોમધખતા તાપમાં વિદ્યાર્થીઓએ પણ દિવસ દરમિયાન મુખ્ય ઓફિસ સામે પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રોફેસરોને બચાવી રહેલા ડિરેકટર અને રજિસ્ટ્રારને ટર્મીનેટ કરાય તેવી માંગ એબીવીપીએ એમએચઆરડી ડિપાર્ટમેન્ટમાં એક પત્ર દ્વારા કરી છે. પ્રમુખ કલ્પેશ રાવલે જણાવ્યું હતું કે SVNITમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા પરમાર અને પોરે જવું જ પડશે. તેમણે સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડી છે. એમએચઆરડી ડિપાર્ટમેન્ટ તરફથી અમને મેઇલ પણ મળ્યો છે કે બંને સામે કાર્યવાહી કરવામાં આવશે.

કાર્યવાહી કરવાની ખાતરીથી હડતાળ સમેટાઇ
કોલેજના ત્રણ પ્રોફેસરો રજિસ્ટ્રાર એચ.એ.પરમારના રાજીનામાની માંગ સાથે એ.બી.નાયક, બી.જે.બાટલીવાલ, અંજલીબેન ભૂખ હડતાળ પર બેઠા હતા.આ બાબતે એસવીએનઆઇટીના ચેરમેન જયા પલવેલકર સાથે વાત થયા બાદ તેમણે રાજીનામની જે કોઇ પ્રોસિઝર છે તેને ફોલો કરવાની તૈયારી દર્શાવી છે.આ સાથે એમઆઇટીના ડિરેકટર દ્વારા પણ પોઝિટીવ રિસ્પોન્સ આપવામાં આવતા પ્રોફેસરો દ્વારા સાંજે ભૂખ હડતાળ સમેટી હતી.પરંતુ જ્યા સુધી રજિસ્ટ્રાર રાજીનામું કે સસ્પેન્ડ નહી કરવામાં આવે ત્યા સુધી રોજ 12 થી 2 વાગ્યાસુધી કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવશે.


35 પ્રોફેસરોએ કમિટીઓમાંથી રાજીનામાં આપ્યાં
ડિરેકટર અને રજિસ્ટ્રારના વિરોધમાં આજે તમામ પ્રોફેસરો અને વિદ્યાર્થી" હડતાળ પર ઉતરી ગયા હતા.જેમાંથી 35 પ્રોફેસરોએ કોલેજની અલગ અલગ કમિટી" જેવી કે હોસ્ટેલ કમિટી, ગાર્ડન કમિટી, એસોસિયેટ ડીન, ઇન્ચાર્જ એચ"ડી જેવા અલગ અલગ એકેડમિક જવાબદારી"માંથી રાજીનામાં આપી દઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું.