• Gujarati News
  • Surti People Believe For Missing Kedarnath Pilgrim Live

સુરતીઓનો વિશ્વાસ : અંતરિયાળ ગામોમાં સ્વજનો જીવીત હોવાની અમને આશા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાની વેડના પરિવારો પ્રબળ આશા વચ્ચે હવે ઇશ્વરી શકિતના ભરોસા પર
આર્મીના સર્ચ ઓપરેશનમાં અંતરિયાળ ગામોંમાંથી યાત્રીઓ મળવાની આશા
સુરતમાં પોતાના સ્વજનોને શોધવા નિષ્ફળ ગયેલા નાની વેડના ગુમ થયેલા યાત્રીઓના સ્વજનો તેર દિવસ બાદ પરત ફર્યા છે. આ લોકોની હાલત કફોડી છે. તેમાં પણ કેદારનાથ ખાતે સ્વજનોને શોધવા ઉતર કાશી સુધી જઇને પરત આવેલા યુવાનોએ કુદરતે વેરેલો વિનાશ જોઇને સ્તબધ થઇ ગયા છે. સુરત પરત આવેલા સ્વજનો પરિજનો હાલમાં કાંઇ બોલવા તૈયાર નથી.
નાની વેડમાં રહેતા અને પોતાના સ્વજનો વિશે આશા રાખીને બેઠેલા પરિવારજનો દૈવી શકિત અને મંદિરોની માનતાના પ્રબળ વિશ્વાસ વચ્ચે પોતાના દિવસો કાપી રહ્યા છે.હાલમાં ઇશ્વરી શકિત પર વિશ્વાસ રાખીને આ લોકો તેમના ગુમ થયેલા યાત્રીઓની મીટ માંડીને બેઠા છે. નાની વેડમાં વસતા તેમજ તેમના અનેક સ્નેહીજનો વારંવાર તેમનો દિલાસો અને સધિયારો આપતા રહે છે.
આગળ વાંચો, નાની વેડના લોકો ઇશ્વરી ચમત્કારના ભરોસે