સુરતીઓ શુક્ર સંક્રમણ નજારાના બન્યા સાક્ષી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક સુરતીઓએ બુધવારે શુક્ર સંક્રમણ નિહાળ્યું હતું, મોટી સંખ્યામાં લોકો આ નજારો માણવા સાયન્સ સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી - સાયન્સ સેન્ટરમાં ટેલિસ્કોપ અને સ્ક્રીનની વ્યવસ્થા - સુરતમાં બ્લેક ડ્રોપ ઇફેક્ટ ખૂબ સારી રીતે જોવા મળી હતી સૂર્યને કોઈની નજર ન લાગે એટલે ઇશ્વરે એના પર કાળું ટપકું કર્યું હોય એવો એ દેખાતો હતો. સવારે લગભગ પોણા સાતે શરૂ થયેલો આ અદ્ભુત નજારો લગભગ સવા દસે પૂરો થયો ત્યારે જે ઇશ્વરે આ વિશ્વનું સર્જન કર્યું છે એને મળવાનું મન થઈ ગયું. સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી ચન્દ્રથી સાડા ત્રણગણો વિશાળ શુક્ર ગ્રહ પસાર થયો ત્યારે સૂર્યે શુક્રને પોતાનામાં સમાવી લીધો હોય એવું સુંદર દૃશ્ય જોવા મળ્યું. સૂર્યમાં પ્રવેશીને સૂર્યની બહાર નીકળતા શુક્રને જોવાની તક હવે આખી િંજદગી દરમિયાન ક્યારેય મળવાની નથી કેમ કે ફરી પાછી આ ઘટના ૧૦પ વર્ષ પછી ઘટવાની છે. સાયન્સ સિટી સેન્ટરમાં આ ઘટના જોવા માટે સ્પેશિયલ એરેન્જમેન્ટસ કરાઈ હતી. ટેલિસ્કોપ, સોલાર ગ્લાસિસ અને મોટી સ્ક્રીન સાથે સુરતીઓ સાયન્સ સેન્ટર પર સવારે સાડા પાંચ વાગ્યાથી આવી ગયા હતા. સવારે છ ને ચાળીસે આ ઘટનાની શરુઆત થઈ ત્યારે સુરતીઓએ કિકિયારીઓથી વાતાવરણ ગજાવી મૂક્યું હતું. કાઈ ઉત્સવ જેવો માહોલ છવાયો હતો જાણે.. સવારે દસ ને ઓગણીસ મિનિટ સુધી આ ઘટના ચાલી ત્યાં સુધીમાં સાયન્સ સેન્ટર લગભગ સોળસોથી વધારે સુરતીઓથી ઉભરાઈ ગયું હતું. આમ તો સંક્રમણની શરૂઆત વહેલી સવારે ૩.પ૦થી થઈ હતી પણ સુરતમાં સૂર્યોદય અને વાદળોની સંતાકુકડીને કારણે ૬.૪૦એ દેખાવાની શરૂઆત થઈ હતી. અદભૂત નજારો માણ્યો : હું સવારે સાડાપાંચ વાગ્યે જ સાયન્સ સેન્ટર પહોંચી ગયો હતો. આમ પણ સાયન્સ સ્ટુડન્ટ હોવાના કારણે મને આવી ખગોળીય ઘટનાઓમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. એટલે જ તો હું આ ઘટના મિસ કરવા નહોતો ઇચ્છતો. ૬:૪૦ વાગ્યે આ ઘટના શરૂ થઈ ત્યારે હું ખૂબ જ એક્સાઇટ થઈ ગયો હતો. વચ્ચે વચ્ચે વાદળોએ મારી ચિંતા જરૂર વધારી દીધી હતી. હું સાયન્સ સેન્ટરમાં સાડા દસ વાગ્યા સુધી રોકાયો હતો. આ ઘટના લાઇફટાઇમ મારા બ્રેનમાં કેદ રહેશે. - અભય જોશી; બિઝનેસમેન રેકોડિગ પણ કર્યું : અમે તો ફ્રેન્ડ્સ સાથે જ સાયન્સ સેન્ટર પહોંચી ગયા હતા. અમે તમામ મિત્રો સ્પેસને લગતું મટિરિયલ્સ સતત વાચતા રહીએ છીએ. અમને તો સ્પેસ ફીલ્ડમાં રસ છે. અમે આ ઘટના જોઈ અને સાથે જ સ્ક્રીનનું મોબાઇલમાં રેકોડિગ પણ કર્યું હતું. - સાગર પટેલ; સ્ટુડન્ટ વાદળોએ પણ કર્યો સપોર્ટ : વાદળોની સંતાકૂકડીને કારણે વચ્ચે વચ્ચે સૂર્ય દેખાતો બંધ થઇ જતો હતો પણ થોડીક જ ક્ષણોમાં વાદળો હટી જતા હતા અને ફરી પાછું સંક્રમણ દેખાતું હતું. સૂર્ય દેખાતો બંધ થતા સુરતીઓ થોડા સમય માટે નિરાશ થયા હતા, પણ એકંદરે તેમને આ સંતાકૂકડી જોવાની પણ મજા પડી હતી. મારી યાદગાર ક્ષણો : મારી લાઇફમાં નિહાળેલાં અનેક દૃશ્યો પૈકી શુક્ર સંક્રમણની ક્ષણો યાદગાર બની ગઈ છે. મહત્ત્વની ખગોળીય ઘટનાનો સાક્ષી બનવાનો મને આનંદ છે. મેં સ્ક્રીન પરથી મોબાઇલમાં ઘટનાના અંશો રેકર્ડ પણ કર્યા છે. - જિનિશ સોની; સ્ટુડન્ટ ...તો અફસોસ થાત : લાઇફની ફાઇલમાં હમેંશ માટે નોટ કરવા જેવી આ શુક્ર સંક્રમણની ઘટના જોવાનું ચૂકી ગઈ હોત તો લાઇફ ટાઇમ ખૂબ અફસોસ થાત. આ ઘટનાની સાક્ષી બન્યા હોવાનો મને ગર્વ છે. હું આ દૃશ્ય ક્યારેય નહીં ભૂલું. - રેખા રાજપૂત; સ્ટુડન્ટ અદ્વિતીય ઇવેન્ટ ; શુક્ર સંક્રમણની ઘટના અદ્વિતીય રહી હતી. હું તો સોલાર ગ્લાસિસ લઈને સવારથી અગાશી પર પહોંચી ગયો હતો. મારી ફેમિલીમાં સૌ કોઈ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. - મહેશ પટેલ; સ્ટુડન્ટ