તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતી સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ અને પરેશ રાવલને મળી ડિલીટની ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટીનો ૪પમી કોન્વોકેશન સેરેમની યોજાઇ હતી. આ સેરમેનીમાં સુરતી સ્ટુડન્ટ્સની સાથે સાથે પરેશ રાવલ અને સાથે જ ઈતિહાસ કાર અને ભારતમાં કોલોનિયલ ઈતિહાસમાં ઉલ્લેખનીય સંશોધન કરનાર લીલા ગજોધર સ્વરૂપને ડોક્ટરેટ ઓફ લિટરેચરની ડિગ્રી આપવામાં આવી હતી. આ સાથે દરેક સ્ટ્રીમમાં ગોલ્ડ મેડલ મેળનવાર મેડાલિસ્ટને ગોલ્ડ મેડલ અર્પણ કરાયા હતા.

કોને આપી શકાય ડિલીટ?

કોઇપણ એવી વ્યક્તિ જેણે લિટરેચરના કોઇપણ એક પ્રકારમાં વર્ષો સુધી કામ કર્યું હોય અને પુષ્કળ કામ કર્યું હોય એવી વ્યક્તિને યુનિવર્સિ‌ટી પૂરા સન્માન સાથે ડિલીટની પદવી ઓફર કરે છે. પરેશ રાવલ ગુજરાતી છે અને એમણે વર્ષોથી ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે ગુજરાતી થિયેટર પણ કર્યું છે. જ્યારે લીલી સ્વરૂપે વર્ષો સુધી ઇતિહાસના કોલોનિયલ ટાઇમ પર રિસર્ચ કર્યું છે અને એટલે યુનિવર્સિ‌ટીએ પરેશ રાવલ અને લીલા સ્વરૂપને ડિલીટ આપી હતી.

સિટી ભાસ્કરે સ્ટુડન્ટ્સને પૂછયું, તમારા માટે ડિગ્રી એટલે?

સ્ટ્રોંગ મેટ્રીમોની રિઝ્યુમ

અમારા ફિલ્ડમાં ડિગ્રી જોબ માટે તો હોતી જ નથી. મેટ્રીમોનિયલ રિઝ્યુમે સ્ટ્રોંગ બને અને બીજું કે ક્લીનિકની વોલ પર લગાડી હોય તો સારી લાગે.
- ડો. મિહિ‌ર રૂપાણી, ગોલ્ડ મેડાલિસ્ટ ઈન મેડિસિન

ફેમિલીનું સેટીસ્ફેકશન


તમે ડિગ્રી મેળવો એની પાછળ તમારી ફેમિલીએ ઘણાં સેક્રિફાઇઝ કર્યા હોય છે. મારા માટે ડિગ્રી એ ફેમિલીના સેક્રીફાઇઝેશનને મળેલું સેટીફેકશન છે.
- ડો. અંકુર ગાંધી, ગોલ્ડ મેડાલિસ્ટ એમએસ ગાયનેક

સેલ્ફ કોન્ફિડન્સ

એચઆરમાં આવ્યા પછી હું કમ્યુનિકેશન સ્કીલ શીખી, કોન્ફિડન્સ પણ બિલ્ટઅપ થયો. હું ડિગ્રી સામે જોઇશ ત્યારે મારો કોન્ફિડન્સ વધી જશે.
- ક્રિષ્ના કાજીવાળા, ગોલ્ડમેડાલિસ્ટ, એમએચઆરડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો