સુરત સ્ટેશને કરંટ વિન્ડો પર અવ્યવસ્થા, લોકો ત્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત સ્ટેશન પર તહેવારની સીઝનમાં લોકોનો પુષ્કળ ધસારો છે ત્યારે કરંટ ટિકીટ વિન્ડો પર અવ્યવસ્થાને કારણે મુસાફરોમાં અંદર અંદર તો ક્યારેક સ્ટાફ સાથે મારામારીની રોજેરોજ ઘટનાઓ બની રહી છે. રેલવે પ્રોટેકશન ફોર્સના ૧પ૦ જવાનો અને ૧૦૦ જેટલા ગવર્મેન્ટ રેલવે પોલીસના જવાનોનો સ્ટાફ હાજર હોવા છતાં હજારો લોકોની કતારની વ્યવસ્થા ગોઠવવાને બદલે રેલવે પોલીસે હાથ ઉંચા કરી દીધા છે. મુસાફરોએ આ અંગે વ્યવસ્થા ગોઠવવા પોલીસને કાકલૂદી કરી પરંતુ તેમાં પણ કોઈ સહકાર ન મળતા આખરે વાણિજ્ય વિભાગે લેખિત ફરિયાદ કરી આરપીએફ અને જીઆરપી દ્વારા લોકો માટે સદંતર બેદરકારી અને અસહકારભર્યુ વલણ હોવાની જાણ કરી છે. આ અંગે સુરત વાણિજય કચેરીના પ્રવકતાએ જણાવ્યુંકે તેઓને એક પણ પોલીસ આપાઈ નથી. આરપીએફ અને જીઆરપી સ્ટાફ ઓછો હોવાનું ગાણુ ગાઇ રહી છે. તેથી હજારો લોકોની કતારને ગોઠવવા માટે અમારે ઉચ્ચ અધિકારીઓને ઉભા રાખવા પડી રહ્યાં છે.

- સીધી વાત: ગ્રેસીયર્સ ફર્નાન્ડિઝ, પીઆઇ, આરપીએફ
- અમારી પાસે સ્ટાફ નથી


શા માટે તમે લોકો માટે પોલીસ મૂકી રહ્યા નથી?
અમારે ટ્રેનોનું ચેકીંગ કરવાનું હોય છે, સુરત સ્ટેશનની જવાબદારી પણ અમારી પર છે. તેથી વધારાનો સ્ટાફ મૂકવો અશકય છે.
તમે બહારથી સ્ટાફ મંગાવી ન શકો?
આ માટે વાણિજય વિભાગે અમને
વિધીવત જાણ કરી હોતતો અમે સ્ટાફ મંગાવી લીધો હોત.