તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં પાંચમ કે સાતમથી નહીં પણ સોમવારથી બજારો ધમધમશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આ વખતે લાભ પાંચમ શુભ ન હોવાથી સાતમે વેપારીઓ મૂર્હુત કરશે

સુરતમાં વર્ષોથી એવો શિરસ્તો રહ્યો છે કે,લાભપાંચમના દિવસે નવા વર્ષનો પ્રારંભ મૂર્હુત કરીને કરતા હોય છે, પણ આ વખતે સિનારીયો બદલાશે,કારણકે જયોતિષીઓએ કહી દીધું છેકે,આ વખતે લાભપાંચમનું મૂર્હુત સારૂ નથી એટલે સાતમને દિવસે પુજા કરવી યોગ્ય રહેશે. વિક્રમ સંવતના નવા વર્ષમાં ધંધોના પ્રારંભ કરતા પહેલાં લાભપાંચમના દિવસે હાર તોરા અને ફટાકડા ફોડાય છે.પણ આ વખતે સાતમના દિવસે મૂર્હુત થવાના છે.યાર્નબજારના વેપારીઓના કહેવા મુજબ પાંચમ ગુરુવારે છે, પણ આ વખતે શનિવારે સાતમના દિવસે મોટાભાગે યાર્નબજારમાં મૂર્હુત થવાના છે.

શનિવારે એકાદ કલાક માટે ઓફિસ ચાલુ રહેશે, પછી સોમવારથી જ ધંધો શરૂ કરવાનો મુડ જામશે.ટેક્સટાઇલના વેપારીઓએ જણાવ્યું હતું કે સાતમના દિવસથી માર્કેટની દુકાનો શરૂ થઈ જશે, મોટાભાગે વેપારીઓ ફરી મૂર્હુત કરતા નથી. પણ શનિવારે એકાદ કલાકમાં કામકાજ બંધ થઇ જશે.વિવિંગ એકમો ફરી ધમધમતા થવામાં હજુ સમય લાગશે કારણ કે વતન ગયેલા કામદારો જલ્દી પરત આવે તેવા કોઈ એંધાણ નથી.એ સિવાય મોલ, શોરૂમ અને અન્ય ચીજવસ્તુઓની દુકાનોમાં પણ શનિવારે પુજા થશે અને સોમવારથી રાબેતા મુજબ કામકાજ ચાલશે.હીરાઉદ્યોગમાં તો ૨૧ દિવસનું સત્તાવાર વેકેશન હોવાથી પાંચમ કે સાતમનો કોઈ કામકાજ થવાના નથી.

- માઇકર હાઉસમાં ૬૨૮ કરોડનું કલિયરીંગ થયું

સ્ટેટબેંકના માઇકર હાઉસમાં બુધવારે રૂપિયા ૬૨૮ કરોડનું કલિયરીંગ થયું હતું અને ૧.૦૮ લાખ ચેકો પ્રેઝન્ટ થયા હતા.૧લી તારીખે બેંકમાં આવેલા ચેકો બુધવારે જમા થયા હતા.માઇકર હાઉસમાં રોજનું એવરેજ ૭પ૦ કરોડનું કલિયરીંગ અને દોઢ લાખ ચેક આવતા હોય છે. અત્યારે વેકેશનને કારણે વેપાર ધંધા, ઓફિસો બંધ છે. કલિયરીંગ હાઉસના સુત્રોએ કહ્યું હતું કે, ૧લી તારીખે શુક્રવારે બેંકોમાં જે ચેક જમા થયા હતા તે બુધવારે કલિયરીંગ માટે આવ્યા હતા. બીજી તારીખે શનિવાર હતો અને એ પછી રવિવારથી મંગળવાર સુધી બેંકોમાં રજા હતી. દિવાળીના દિવસના ચેકો હોવાને કારણે બુધવારે ૬૨૮ કરોડ જેટલી મોટી રકમનું કલિયરીંગ થયું હતું.