ઊલટી ગંગા, મુંબઈ કરતાં સુરત હોમ ફર્નિ‌શિંગમાં હોટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુરત હવે પડદા, બેડશીટ, સોફા કવરવગેરેના ઉત્પાદન અને વેચાણ તરફ કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યું છે. અગાઉ લોકો આવી ખરીદી માટે મુંબઈ જતા હતા
- આજે ગંગા ઊલટી વહે છે. મુંબઈના વેપારીઓએ ખરીદી માટે સુરત આવવું પડે છે. આ ઉપરાંત પડદાનું સૌથી મોટું માર્કેટ ગણાતા પાણીપતમાં આજે સુરતનો માલ જાય છે
સાડી અને ડ્રેસ મટિરિયલ્સ માટે દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવતું સુરત હવે નજીકના દિવસોમાં હોમ ફર્નિ‌શિંગ માર્કેટનું હબ બનવા જઈ રહ્યું છે. સુરતમાં હવે પડદા, બેડશીટ, સોફા કવર, ખુરશીના કવર જેવા હોમ ફર્નિ‌શિંગના ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ તરફ કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યું છે.
ખાસ કરીને પડદાના કાપડનું ઉત્પાદન જબરદસ્ત વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૧ના જુલાઇથી ડિસેમ્બરના સમયગાળામાં પડદાના કાપડનું ઉત્પાદન ૩.પ૦ કરોડ મીટર જેટલું હતું, જે વર્ષ ૨૦૧૨માં જુલાઇથી ડિસેમ્બરના સમયમાં ૭ કરોડ મીટર પર પહોંચી ગયું છે. મતલબ કે સીધો ૧૦૦ ટકાનો વધારો.વેપારીઓની ધારણાં છે કે પાંચ વર્ષની અંદર સુરત વર્ષે દિવસે ૨પથી ૩૦ કરોડ કાપડનું ઉત્પાદન કરતું થઈ જશે.
એક જમાનો હતો જ્યારે લોકો પડદાના કાપડ કે કવર વગેરે ખરીદી કરવા માટે મુંબઈ જતા હતા. આજે ગંગા ઊલટી વહે છે. હોમ ફર્નિ‌શિંગ માટે મુંબઈના વેપારીઓએ સુરત આવવું પડે છે. બીજું કે પડદાનું સૌથી મોટું માર્કેટ પાણીપત ગણાતું હતું. જોકે, આજે ખુદ પાણીપતમાં જ સુરતનો માલ જાય છે.
પોલિયેસ્ટર કાપડના ઉત્પાદનમાં સુરત દેશભરમાં મોખરે છે. અત્યાર સુધી પોલિયેસ્ટરની સાડી અને ડ્રેસ જ બનતા હતા, પણ હવે સુરતે ડાઇવર્સિ‌ફિકેશન કરવા માંડયું છે.પોલિયેસ્ટરના કાપડમાંથી બારી-બારણાંના પડદા પણ હવે બનવાના શરૂ થઈ ગયા છે. હજુ શરૂઆત છે પણ જે પ્રમાણે સુરત આગળ વધી રહ્યું છે તે જોતા નજીકના ભવિષ્યમાં હોમ ફર્નિ‌શિંગનું હબ તરીકે ઓળખાશે.
આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...