જન્મદિવસે નમિતાએ સુરતમાં કહ્યું, નાટક જ લઇ જશે ફિલ્મો તરફ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મૂળ સુરતની અને સાઉથની ફિલ્મમાં ધૂમ મચાવનાર નમિતા વાંકાવાલાનાં જન્મદિન નિમિત્તે બાળકોને થિયેટરથી ફિલ્મો સુધીની એની સફર વિશે વાતો કરાઇ
- સાઉથમાં નમિતાનાં મંદિરો પણ બન્યા છે

સાઉથ ઈન્ડિયામાં હીરો-હીરોઈનને દેવી-દેવતાની જેમ પૂજવામાં આવે છે એ વાત તો જગ જાહેર થઈ, પણ એ મંદિરઓમાં સુરતની અભિનેત્રીનું મંદિર હોય તો આંચકો લાગ્યોને... જી હા, સુરતની નમિતા વાંકાવલા ઉર્ફે ભૈરવી સાઉથ ઈન્ડસ્ટ્રીઝની સુપર સ્ટાર છે અને આજે એનો બર્થ ડે છે. નમિતાના બર્થ ડેને ઘ્યાનમાં રાખીને સમાંતર થિયેટર દ્વારા ચાલતાં ડ્રામા વર્કશોપમાં નમિતાની ફિલ્મી સફર વિશે માહિ‌તી અને એક્ટિંગ ફિલ્ડમાં કઈ રીતે આગળ વધી શકાય તે વિશે વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું.

સમાંતર થિયેટરના કેતન રાઠોડે જણાવ્યું હતું કે,'એક્ટિંગ ફિલ્ડ ખુબ જ વિશાળ છે. થિયેટર અને ફિલ્મ આ બન્ને વચ્ચે ઘણો ફર્ક છે, પણ તમે જો એકાદ વખત થિયેટરમાં કામ કર્યું હતું તમને ફિલ્મોમાં વધારે મુશ્કેલી નડતી નથી અને તેનું ઉદાહરણ છે. - સુરતની હીરોઈન નમિતા વાંકાવાલા.