પુત્રીના જન્મદિને માએ માથું પછાડયું ને પુત્રી બોલી પડી...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જન્મદિને જ પુત્રીએ માતાને કહ્યું , મારી સાથે કુકર્મ થયું છેનાના વરાછા ખાતે રહેતી અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિ‌નીને પીંખી નાખનારા પાડોશીએ બીજા દિવસે પણ પોલીસ સમક્ષ ફોડ પાડયો ન હતો. સામાજિક સંસ્થાની મહિ‌લા આગેવાનો વચ્ચે પડતાં આખો મામલો પોલીસ સમક્ષ પહોંચી શક્યો હતો.નરાધમે વિદ્યાર્થિ‌નીને એટલી હદે ધમકાવી રાખી હતી કે તેની માતાએ હકીકત જાણવા રડતાં રડતાં દિવાલ સાથે માથું અફાળ્યું ત્યાં સુધી વિદ્યાર્થિ‌ની ચુપ રહી હતી. આખરે પોતાના જન્મદિવસે જ વિદ્યાર્થિ‌નીએ માતા સમક્ષ પોતાના શારીરિક શોષણની આપવીતી વર્ણવી હતી. મહિ‌લા સંગઠનને લઈને કાપોદ્રા પોલીસ મથક અને પછી મહિ‌ધરપુરા પોલીસ મથકે ગયા હતા.પરેશ રણછોડ પટેલ (રહે. મહાદેવ પાર્ક, નવદુર્ગા સોસાયટી, નાના વરાછા) નામના એક હીરા દલાલ જૂન માસમાં એક મિત્રની સેન્ટ્રો કાર લઈને સુમુલ ડેરી રોડ પર ગયો હતો. જ્યાં તે વિદ્યાર્થિ‌નીનું અપહરણ કરી કતારગામ વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિ‌નીની લાજ લૂંટી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થિ‌નીની તબિયત બગડી ગઈ હતી.ઘર નજીક રહેતા એક વિદ્યાર્થી‍ સાથે વિદ્યાર્થિ‌નીની મિત્રતા હતી. પરેશ પટેલ વારંવાર હેરાન કરતો હોઈ વિદ્યાર્થિ‌નીએ મિત્રને વાત કરી હતી. આથી તેણે તા. ૧૯મી, સપ્ટેમ્બરના રોજ પરેશ પટેલ સાથે ઝઘડો કરી ઠપકો આપ્યો હતો. આ વાત વિદ્યાર્થિ‌નીની માતા સુધી પહોંચી હતી. આથી તેમણે પુત્રીની પૃચ્છા કરતાં બીજા દિવસે એટલે કે તા. ૨૦મીના રોજ વિદ્યાર્થિ‌નીએ આપવીતી તેની માતાને કહી હતી. ત્યારબાદ મહિ‌લા વિકાસ મંચના પ્રમુખ શીતલબેન ભડિયાદરા વિદ્યાર્થિ‌નીને લઈને મહિ‌ધરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થિ‌નીએ ફરિયાદ કરી હતી. મહિ‌ધરપુરા પી.આઈ. કે. સી. રાજપૂતે જણાવ્યું હતું કે, આરોપી પરેશે પટેલે હજુ સુધી ગુનાની કબૂલાત કરી નથી.પરેશ વણમાગી સલાહ આપતો હતોજૂન માસમાં પોત પ્રકાશ્યા બાદ નરાધમ પરેશ પટેલ વિદ્યાર્થિ‌નીની માતાને કહેતો હતો કે, આન્ટી આપ ક્યોં યહાં પે રહતે હૈં? આપ કે પતિ કહાં હૈ. આપ ક્યોં વહાં જાતે નહીં હૈ? વારંવાર આવી વાતથી વિદ્યાર્થિ‌નીની માતાને શંકા તો ગઈ હતી. આથી તેમણે એકવાર કહ્યું હતું કે, હા ભાઈ હું જતી જ રહેવાની છું. મારી દીકરીની ર્બોડની પરીક્ષા પૂરી થઈ જાય તે પછી હું કાયમ માટે જતી રહેવાનું છું.પોલીસ પરેશને મહેમાન સમજે છેનરાધમ પરેશ પટેલને મહિ‌ધરપુરા પોલીસ કોઈ હોટલમાં આશરો આપ્યો હોય તેવી રીતે રાખી રહી છે. ધરપકડ બાદ તેના માટે તરત જ ત્રણ જોડી કપડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ પરેશને મહેમાન સમજી રહી છે. પરેશ સાથે પોલીસનો આ વ્યવહાર ઘણા સવાલો ઉભા કરે છે. જે આ મામલામાં શંકાસ્પદ લાગે છે. શીતલ ભડિયાદરા,, પ્રમુખ, મહિ‌લા વિકાસ મંચ