સુરત હીરા બુર્સની વાતથી જીજેઇપીસીને પેટમાં દુખ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોટ્સએપ પર હીરાઉદ્યોગને સૂઝબૂઝથી કામ લેવા અપીલ કરતી પત્રિકાઓ ફરતી થઈ

મુંબઇ હીરા બુર્સના તમામ કારોબારને સુરતમાં શીફટ કરવાના હીરા ઉદ્યોગકારોના નિર્ણયથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ, ભારત ડાયમંડ બુર્સ અને મુંબઇ ડાયમંડ એસોસીસીએશન સહિ‌તના સંગઠનોના પેટમાં તેલ રેડાયુ છે તેમજ સુરતના હીરા બુર્સમાં શામીલ થવા પહેલા સુઝબુઝ પુર્વક નિર્ણય લેવાની સલાહ આપતી પત્રિકા વોટસએપ ઉપર ફરતી થઈ છે.સુરતમાં હીરા બુર્સની સ્થાપના કરવાના નિર્ણયને સુરત ઉપરાંત મુંબઇના હીરાના અગ્રણીઓએ પણ જબ્બર આવકાર આપ્યો છે.

ત્યારે ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનુપ વી મહેતા, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના પ્રમુખ વિપુલ પી. શાહ તેમજ મુંબઇ ડાયમંડ એસોસીએશનના પ્રમુખ ભરત એસ શાહ દ્વારા એવી લેખીત વિગતો ફરતી કરવામાં આવી છે કે, દેશની આર્થિ‌ક રાજધાની મુંબઇમાં વર્ષોથી હીરા ઉદ્યોગનો કારોબાર પાંગરેલો છે. સુરતમાં ડાયમંડ બુર્સ વિકસાવવા બાબતે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે, સર્વ શ્રેણીના ઉત્પાદકો અને ટ્રેડર્સોએ સુરતમાં જવાની સંમતી આપી છે અને તેના લીધે મુંબઇના ઉદ્યોગના ઇન્ફ્રાસ્ટ્રકચરને સંભવિત અસર થશે.
આગળ વાંચો, સુરત હીરા ઉદ્યોગના ઉત્પાદનની રાજધાની છે