• Gujarati News
  • Surat Corporation Has Been Making Khadi Bridge For 4 Years

સુરત: માત્ર 36 જ મિટરનો ખાડી બ્રિજ પાલિકાથી 4 વર્ષે પણ બનતો નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોકળ ગતિએ ચાલતા કામથી છાપરાભાઠા -વરિયાવના લોકો પરેશાન
30ને બદલે 50 મહિના વીતિ ગયા બાદ પણ હજી 2-3 મહિના લાગશે
સુરત: સ્વર્ણિમ જયંતિ નિમિત્તે રાજ્યના મંત્રી ફકીર વાઘેલાના હાથે અમરોલી છાપરાભાઠા મેઇન રોડ પર ગોપીનાથ સોસાયટી પાસે ખાડી પર બ્રિજનું ખાતમુહૂર્ત 22 જાન્યુઆરી 2011ના રોજ થયું હતું. આ ખાડી પર બ્રિજ બનાવવાની કામગીરી 30 માસમાં પુરી કરવાની જવાબદારી સીઆરપી ઇન્ફ્રાસ્ટ્રકચરને સોંપવામાં આવી હતી. કામગીરી પુરી થવાની સમયમર્યાદા વીતિ ગયાને પણ 20 માસનો સમય થવા છતાં હજુ પણ કામગીરી પુરી થતા બેથી ત્રણ માસનો સમય થવાની શકયતા છે. અમરોલીથી છાપરાભાઠા અને વરીયાવ જતા લોકોની પરેશાનીમાં તેના કારણે વધારો થયો છે. ફકત 36 મીટર લંબાઇમાં ખાડીબ્રિજ બનાવવાની કામગીરી સમયમર્યાદામાં પુરી થઇ શકી નહોતી.
ડિઝાઇન જ ત્રણ વખત બદલી
ખાડી બ્રિજની કામગીરી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ત્રણ વખત ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 11 માસ સુધી તો તેના કારણે ખાડી બ્રિજ બનાવવાની કામગીરી બંધ થઇ ગઇ હતી. બ્રિજનુ ખાતમુહૂર્ત કરવામાં આવે ત્યારે જ યોગ્ય ડિઝાઇન તૈયાર કરવામાં આવી નહીં હોવાના કારણે ત્રણ વખત ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તેના કારણે વિલંબ થયો છે.
કામગીરી દરમિયાન લોકોની સુરક્ષા સાથે પણ ચેડાં
પાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા પણ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આડશ ઉભી કરવામાં આવી નથી. તેમજ બ્રિજની કામગીરી ચાલતી હોય ત્યાં રાત્રિના સમયે રિફ્લેક્ટર લગાડવાના હોય છે. તે પણ મુકવામાં આવી નહીં હોવાના કારણે છાશવારે અકસ્માતના પણ બનાવોમાં વધારો થયો છે.