વ્યારા સુગરમાં કસ્ટોડિયનો હાજર ન રહેતા બેઠક પડી ભાંગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ઉપસ્થિત ખેડૂત સંઘર્ષ સમિટીના સભ્યો )
વ્યારા સુગરમાં કસ્ટોડિયનો હાજર ન રહેતા બેઠક પડી ભાંગી

વ્યારા: વ્યારા નગર ખાતે આવેલી અને સતત વિવાદોમાં રહેતી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ખુશાલપુરા ગામે ગત 8મી સપ્ટેબરના રોજ કસ્ટોડીયન કમિટી દ્વારા લેખિતમાં નોટિસ મુકી 9 સપ્ટેમ્બરે સુગર બાબતે વિવિધ પ્રશ્નો ચર્ચા માટે મિટિંગ રાખી હતી, જેમાં રાબેતા મુજબ ખેડૂત સમિટી સહિત ખેડૂતો આવી પહોંચ્યા હતાં. પરંતુ સુગર વહીવટી તંત્ર તરફથી કોઈ હાજર ન રહેતા જેને લઈ મિટિંગ પડી ભાંગી હતી. ખેડૂત સઘર્ષ સમિટી અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જતાં તાકીદે મિટિંગ યોજે અથવા આંદોલન કરી આગળની કાર્યવાહીની ચીમકી આપી હતી.વ્યારા નગરના ખુશાલપુરા ખાતે આવેલી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી અવાર નવાર સતત વિવાદોમાં રહી છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતને નાણાં ન ચૂકવવા બાબતે અવાર નવાર સુગર તંત્ર અને ખેડૂતો વચ્ચે ચકમક ચાલી રહી છે. છેવટે ખેડૂતો દ્વારા સુગર તંત્ર સામે ન્યાય માટે ખેડત સંઘર્ષ સમિટી બનાવી હતી. આ સમિટી ખેડૂતોના હક્કના નાણાં માટે લડત ચલાવી રહી છે.

વ્યારા સુગરના કસ્ટોડિયન કમિટી દ્વારા લેખિતમાં નોટિસ મુકી 9/9/2014ના રોજ ઓફિસ પાર્કિંગમાં કસ્ટોડીનય કમિટી અને ખેડૂત સંઘર્ષ સમિટી, સંસ્થાના કર્મચારી ભાઈ-બહેનોની મિટિંગ રાખી હતી. તેમાં હાજર રહેવા જણાવ્યું હતું. મંગળવારના રોજ ખેડૂત સંઘર્ષ સમિટી ખેડૂતો તથા કર્મચારીઓ વ્યારા સુગર ખાતે આવી પહોંચ્યા હતાં. પરંતુ મિટીંગ બોલાવનાર બોર્ડના સભ્યો કે સત્તાધીશો હાજર ન રહેતા સમગ્ર મિટીંગનો ફીયોસ્કો થયો હતો. જેને લઈ સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે અન્યાય યથાવત રાખતાં સંઘર્ષ સમિટી તથા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમના હકના બાકી નાણાં માટે તાકીદે પગલાં ન લેવાય તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સતત વિવાદોમાં રહેતી વ્યારા સુગર બાબતે સુગર તંત્ર અને ખેડૂત સંઘર્ષ સમિટી દ્વારા બેઠક યોજી તાકીદે પડતર પ્રશ્નો બાકી નાણા પરત થાય એ માટે કાર્યવાહી હાથ ધરે એવી વ્યાપક માંગ ઉઠી છે.
..તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...