ગાંધી એન્જિ.માં CCTV રિપેર કરવા વિધાર્થી‍ઓ પાસે ઉઘરાણાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મજુરાગેટની ગાંધી એન્જિનિયરીંગ કોલેજ ખાતે સીવીલ એન્જિનિયરીંગ ડિપ કેટલાક તોફાની વિધાર્થી‍ઓ દ્વારા ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવીના કેમેરાના કેબલ કાપી નાખવામાં આવતાં તેનો રીપેરીંગનો ખર્ચ વિધાર્થી‍ઓ પાસેથી ઉઘરાવવામાં આવતો હોવાનો વિધાર્થી‍ઓએ આક્ષેપ કર્યો છે.

ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સિવિલ એન્જિનિયરીંગ ડિપર્સમેન્ટ ખાતે સરકાર દ્વારા મુકાયેલા ૧૦ કેમેરાની કનેક્શન કેટલાક ટીખળખોર વિધાર્થી‍ઓ દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. મેનેજમેન્ટ દ્વારા જે તે કલાસના પ્રતિનિધિને બોલાવીને તેમના ક્લાસના કોઇ વિધાર્થી‍ઓ દ્વારા કેબલ કાપી નંખાયા હોવાથી વિધાર્થી‍ઓ જ તેનું સમારકામ કરાવવાનું જણાવવામાં આવ્યું હતું.

વિધાર્થી‍ઓએ વિરોધ કરતાં જણાવ્યુ હતું કે, જો તેઓ કેબલ રિપેરીંગ માટે પૈસા નહી આપશે તો તેમના સબમીશન રદ્દ કરી દેવામાં આવશે આ રીતની ધમકી મળે એ યોગ્ય નથી. તોફાની તત્વોને કારણે બધાએ સહન કરવું પડે એ અન્યાય છે. બીજી તરફ મેનેજમેન્ટનું જણાવવું છે કે, પરીક્ષામાં સીસીટીવી ફરજિયાત હોવાનાં લીધે કેટલાક તોફાની વિધાર્થી‍ઓ દ્વારા સીસીટીવીનાં કેબલ વાયર કાપી નાખવામાં આવ્યા છે. કોલેજનાં મેનેજમેન્ટ દ્વારા જે તે કલાસનાં પ્રતિનિધીને બોલાવીને રિપેરીંગ માટે જણાવવામાં આવ્યું હતું.

મોટાભાગના વિધાર્થી‍ઓ તૈયાર પણ હતાં પણ ત્રીજી મેના રોજ સેમેસ્ટર પુર્ણ થવાનું હોઇ ઘણા વિધાર્થી‍ઓએ રિપેરીંગ માટે પૈસા આપવાની ના પાડી દીધી હતી.કેમેરા સરકારી પ્રોપર્ટી‍ હોવાને લીધે જો એકવાર મેનેજમેન્ટ દ્વારા તેનું રિપેરીંગ કરાશે તો ફરીવાર સીસીટીવીને નુકસાન કરવામાં આવી શકે છે એટલા માટે વિધાર્થી‍ઓને સીસીટીવી રિપેર કરવા માટે જણાવવામાં આવ્યું છે. વિધાર્થી‍ઓએ હાલ તો પૈસા ઉઘરાવી સીસીટીવીનાં કેબલ રિપેર કરાવી દેતાં મામલો થાળે પડયો છે.