હોમવર્કમાં સ્ટુડન્ટ્સ કરશે આઇપીએલનું એનાલિસિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીબીએસઇ સ્કૂલ્સમાં ફોર્મેટિવ એસેસમેન્ટમાં ગ્રૂપ ડિસ્કશન માટે આઇપીએલનો ટોપિક આપવામાં આવ્યો છે. સ્કૂલ્સમાં સ્ટૂડન્ટ્સે ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ)નું એનાલિસિસ કરવાનું રહેશે, જેના આધારે રિપોર્ટ બનાવી સ્ટૂડન્ટ્સ ક્લાસ ટીચરને સબમિટ કરશે. હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ સ્ટડીને એક્ટિવિટી બેઝ્ડ બનાવવાના નિર્દેશ આપ્યાં છે. જે અંતર્ગત ફોર્મેટિવ એસેસમેન્ટમાં સ્ટૂડન્ટ્સે ગ્રુપ ડિસ્કશન અને ડિબેટ દ્વારા પોતાની પર્ફોમન્સ આપવાની રહેશે.

ખાસ કરીને સ્ટુડન્ટ્સ આઇપીએલ મેચ જોતા હોવાથી આ વખતે આઇપીએલનું જ ટાસ્ક આપવામાં આવ્યું છે. આ સબ્જેક્ટ પર સ્ટુડન્ટ્સે આઈપીએલ ટીમના નામ, ટીમ ઓનર, ગેમ વિશેનું એનાલિસિસ જેવા મુદ્દાઓને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવીને સબમીટ કરવાનું રહેશે. આ રિસર્ચ વર્ક માટે સ્ટુડન્ટ્સને પીપીટી આધારિત જ માક્ર્‍સ આપવામાં આવશે, જેને ફોર્મેટિવ એસેસમેન્ટમાં એડ કરવામાં આવશે.