આખરે વિદ્યાર્થીઓએ બુટ-ચંપલ ઉતારવા પડયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આખરે વિદ્યાર્થીઓએ બુટ-ચંપલ ઉતારવા પડયાં
- ડીઇઓ-સ્કવોડની ટીમને ગેરરીતિના એક પણ કેસ ન મળ્યા
- પહેલાં દિવસે અંદાજે ૧ હજાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા


ગુરુવારથી ર્બોડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જો કે, બુધવારે અવઢવ એ હતી કે વિદ્યાર્થીઓને બુટ-ચંપલ પહેરીને ક્લાસરૂમમાં જવાનું કે બહાર ઉતારીને. શાળાઓએ બુટ-મોજા ઉતારીને જ તેમને કલાસરૂમમાં જવા દીધા હતા. પરંતુ અનેક વિદ્યાર્થી એવા પણ હતા જેઓ માત્ર ચંપલ પહેરીને આવ્યા હતા. આવા કેસમાં વર્ગ નિરીક્ષકો તેમને ચંપલ સાથે જ બેસવા દેવાયા હતા. આજે ડીઇઓ અને સ્કવોડની ટીમ વિવિધ શાળાઓ પર ફરતી રહી હતી પરંતુ ગેરરીતિના એકેય કેસ નોંધાયા હતા. પહેલાં દિવસે હજાર જેટલાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

કલેકટરે જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓને કલાસરૂમની બહાર બુટ-મોજા નહીં ઉતારવા પડે. જો કે બીજી તરફ ર્બોડે જાહેરાત કરી હતી કે કલાસરૂમમાં બુટ-મોજા પહેરીને જવા દેવાશે નહીં. પહેલાં દિવસે જ શાળાઓના સંચાલકો અને આચાર્ય દ્વારા ર્બોડની જ ગાઇડલાઈન પાળવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને બુટ-મોજા પર્હેયા વગર જ જવા દેવાયા હતા. દરમ્યાન આજે કેટલાંક વિદ્યાર્થીઓએ કલાસરૂમની બહાર મૂકવામાં આવેલી પશ્ચાતાપ પેટીનો પણ ઉપયોગ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ કાપલી લઈને આવ્યાં હતા તેમને એક તક આપવામાં આવી હતી.

આ વિષય પર વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો...