સ્ટુડન્ટ્સે કર્યું સક્સેસનું એવન સેલિબ્રેશન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે એસએસસીનું રિઝલ્ટ ડિકલેર થતાં જ સુરતમાં જાણે ફેસ્ટિવલ જેવો માહોલ જોવા મળ્યો, સફળ સ્ટુડન્ટ્સે ભેગા મળી સક્સેસ સેલિબ્રેટ કરી અને અફકોર્સ મીઠાઈથી મોઢું ગળ્યું પણ કર્યું, સારું પફોર્મ કરનારા સ્ટુડન્ટ્સ એન્જિનિયર કે સીએ બનવા માગે છે, કેટલાક સ્ટુડન્ટ્સ એરોસ્પેસ ફીલ્ડમાં કરિયર બનાવવા માગે છે ૧૧૨૦ સ્ટુડન્ટ્સે એ વન ગ્રેડ મેળવ્યો ૪૪ સ્કૂલનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું શનિવારે એસએસસીનું રિઝલ્ટ ડિકલેર થતાં જ સુરતી સ્ટુડન્ટ્સે જબરદસ્ત સેલિબ્રેશન કર્યું હતું. એટલું જ નહિ તેમણે ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સથી ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને રિઝલ્ટની જાણ પણ કરી હતી. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બા‹ર્ડ દ્વારા લેવાયેલી આ એકઝામના રિઝલ્ટને લઈને સુરત માટે ખૂશીની વાત એ છે કે, એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાના મામલે ગુજરાતમાં સુરત નંબર વન છે. ૧૧૨૦ સુરતી સ્ટુડન્ટ્સે એ વન ગ્રેડ મેળવ્યો છે. સ્કૂલમાં પણ સ્ટુડન્ટ્સને પાર્ટી પણ અપાઈ હતી. ૪૪ સ્કૂલનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે. મને મેથ્સ પસંદ છે ‘મારા નામ પ્રમાણે જ મને મેથ્સ પસંદ છે. મેથ્સના ઇકવેશન્સ તો મેં સમય પહેલાં જ સોલ્વ કર્યા હતા, પણ હવે હું મેડિકલ ફીલ્ડમાં કરિયર બનાવવા માગું છું.’ - ગુણ:૪૮૧, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૯૯ - ભૌતિક વિડજા & પી. પી. સવાણી મારે રોકેટ ઊડાડવું છે ‘નાનપણથી જ મને પાઇલટ બનવાની ઇચ્છા છે. મારી પ્લેનની દુનિયામાં જ રહેવાની ભરપૂર ઈચ્છા છે. મારે રોકેટ ઊડાડવું છે. એરો સ્પેસ ફીલ્ડમાં મને ઘણી અપોચ્યુંનિટી જણાય રહી છે.’ - ગુણ:૪૭૬, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૯૮ - સંકેત ઘેવરિયા & પી. પી. સવાણી એન્જિનિયર બનવું છે ‘મારો મોટો ભાઈ મિકેનિકલ એન્જિનિયર છે. મારે પણ તેની જેમ એન્જિનિયર બનવું છે. મારો પોતાનો પણ એમા જ ઇન્ટરેસ્ટ છે.’ - ગુણ:૪૬૪, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૬૮ - હરેશ મસાલાવાલા & ટેકરાવાલા સ્કૂલ મારે ચન્દ્ર પર જવું છે ‘રાત્રે બાર વાગ્યે નેટ પર મેસેજ જોઈને હું ખૂબ જ ખૂશ થઈ ગઈ હતી. હું એસ્ટ્રોનોટ બની ચંદ્ર પર જવા માગું છું.’ - ગુણ:૪૬૩, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૬૪ - ખુશ્બુ દેસાઈ & ભૂલકાંભવન વિદ્યાલય કોમર્સમાં જવાનું પસંદ ‘સારા ટકા આવવા છતાં હું સાયન્સના બદલે કોમર્સમાં જવાનું પસંદ કરું છુ. કેમકે કોમર્સમાં અનેક ફેકલ્ટીમાં સારો એવો સ્કોપ છે.’ ગુણ:૪૫૫, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૨૧ - ખુશ્બુ શાહ & લુડ્ઝ કોન્વેન્ટ મૂડ હોય તો વાંચવાનું ‘હું મૂડ ન હોય ત્યારે વાંચવાનું ટાળતી હતી. જોકે, રોજ બે કલાક તો ફરજિયાત વાંચતી જ હતી. મને સીએ બનવામાં ઇન્ટરેસ્ટ છે.’ - ગુણ:૪૬૨, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૦૧ - મહેંક પોલરા & ડાયમંડ ગર્લ્સ સ્કૂલ એન્જિનિયર બનવું છે ‘હું કલાસમાં એક પણ દિવસ એબસન્ટ રહી નહોતી. સાયન્સમાં એડ્મશિન લઈને એન્જિનિયર બનવું છે.’ - ગુણ:૪૫૨, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૦૧ - આયુષી શાહ & એલ. પી. સવાણી રોજ ૪ કલાકનું રીડિંગ ‘રોજ ચાર કલાક રીડિંગ કરતો હતો. સ્ટડીની સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ભાગ લેતો હતો. હું સાયન્સમાં જવા માગું છું.’ - ગુણ:૪૧૭, પર્સન્ટાઇલ રેન્ક:૯૫.૧૩ - કૃષાંગ પટેલ & શારદાયતન સ્કૂલ એન્જિનિયર બનવું છે ‘મારા ધાર્યા કરતાં વધારે માકર્સ આવ્યા છે. મને તો ૯૨ ટકાની અપેક્ષા હતી, પણ ૯૫ ટકા આવ્યા. એટલે હું ખૂબ જ ખુશ છું. હવે હું એન્જિનિયિંરગમાં જઈને મારી સ્કિલ ડેવલપ કરવા માગું છું.’ - ગુણ:૪૭૬, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૯૮ - કેવલ ભંડેરી & પી. પી. સવાણી IIMમાં એડમિશન મેળવવું છે ‘મારા પપ્પાની જેમ હું એન્જિનિયર બનવા માગું છું. એન્જિનિયર બનીને આઈઆઈએમમાં એડમિશન મેળવવાનું મારું સપનું સાકાર કરવા માગું છું. હું અત્યારથી જ એના માટે પ્રિપેરેશન કરીશ.’ - ગુણ:૪૭૮, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૯૮- મેઘા દેસાઈ & ભૂલકાંભવન વિદ્યાલય ભાષાના જોરે એવન મેળવ્યો ‘મને ભાષાના સબ્જેકટ્સ ખૂબ જ પસંદ છે. મેં ગુજરાતીમાં ૯૦ અને અંગ્રેજીમાં ૯૩ માકર્સ મેળવ્યા છે. આત્મવિશ્વાસ ભરપૂર હોય અને મહેનત થોડી ઓછી હોય તો પણ ચાલે.’ ગુણ:૪૭૦, પર્સન્ટાઇલ રેન્ક:૯૯.૮૭ - હાર્દિક મંથરાની & એલ. પી. સવાણી