સુરતી સ્ટુડન્ટ્સ બન્યા 'રાઉડી', બિચની માણી મજા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિઝલ્ટ પછી સ્ટુડન્ટ્સ બન્યા 'રાઉડી રાઠોર' સિટીના અલગ અલગ સ્પોટ પર સ્ટુડન્ટસે બોર્ડના પરિણામની પાર્ટી કરી સક્સેસફૂલ સ્ટુડન્ટ્સે લોંગ ડ્રાઈવની સાથે મ્યુઝિકલ સેલિબ્રેશન પણ કર્યું ઘોડદોડ રોડ પર રવિવારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું ટોળું જામ્યું હતું. આ સ્ટુડન્ટ પોતાના રિઝલ્ટની ખુશીની પાર્ટી કરી રહ્યા હતા. એ-૧માં પાસ થયેલા ૧૧૨૦ જેટલા વિદ્યાર્થીઓના માતાપિતાઓએ પોતાના બાળકોના અલગ અલગ રીતે કમિટમેન્ટ પણ પૂરા કર્યા હતા. કોઇએ સાયકલ અપાવી તો કોઈએ કોલેજમાં આવ્યાની ખુશીમાં સ્પોર્ટ્સ બાઇક પણ અપાવી દીધી હતી. રવિવારે અલગ અલગ પાર્ટી સ્પોટ પર યંગસ્ટર્સે ભેગા થઇને આઇસ્ક્રિમની પાર્ટી, કેકની પાર્ટી અને ડિ.જે ની પાર્ટી કરી હતી. જ્યારે સ્કૂલ દ્વારા પણ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણી બધી સ્કૂલોએ ડી.જે બોલાવીને વિદ્યાર્થીઓને ડાન્સ પણ કરવાનો મોકો આપ્યો હતો. પોતાની સ્કૂલમાં ફિસ્ટ અને ડિ.જે પાર્ટી કરતા નીલેશ કુકડીયા કે જેઓના બાર સાયન્સમાં ૯૯.૯૨ પર્સન્ટાઇલ રેન્ક આવ્યો છે તેઓ કહે છે,‘મેં તો રિઝલ્ટ ડિકલેર થયું ત્યારે જ ડી.જે.પાર્ટી કરી હતી. આજે પણ અમારી સ્કૂલમાં પાર્ટી છે, જેમાં બોર્ડની પરીક્ષા આપેલા તમામ વિદ્યાર્થીઓ હાજર રહીને એક સાથે ડિનર કરશે અને પછી ડાન્સ ઓન ધ ફ્લોર.’ પાર્ટી કેવી રીતે કરાય તે સ્ટુડન્ટ્સ પાસેથી શીખો કારણ કે સન્ડે મોર્નિંગમાં ડુમસના બીચ પર જઇને ફોટોસેશન કરીને ફેસબૂક પર અપડેટ કરવાની ટેકનીક તો ફકત સ્ટુડન્ટ્સ પાસે જ હોય. આ અંગે સેન્ટઝેવિર્યસની ખૂશી શાહ કહે છે,‘અમે તો દસ થી પંદર જણાના ગ્રુપમાં સવારે ડુમસ ગયા હતા ત્યાં જઇને અમે બધાએ બે કિલોથી વધું ભજીયા ખાધા હતા. અમારું ફોટોસેશન એક કલાક સુધી ચાલ્યું અને ત્યારબાદ અમે ગેમ રમી હતી. અને બધાએ આ ફોટો ફેસબુક પર તાત્કાલિક અપલોડ કરી દીધા હતા. આય લવ પાર્ટી ટાઇમ. રાત્રે પણ અમે લોકો એક મિત્રને ત્યાં ભેગા થઇને મ્યુઝિક સિસ્ટમ પર સોંગ્સ પ્લે કરીને પાર્ટી કરી હતી.’ તેની સાથે જ ભૂલકાંભવનની પૂરવ દેસાઇએ પણ પોતના મિત્રોની સાથે થિયેટરમાં જઇને એક જ દિવસમાં રાવડી રાઠોર, મેન ઇન બ્લેક ફિલ્મના બે શો જોઇ કાઢયા હતા. આ અંગે પૂરવ કહે છે,‘અમે લોકો પિત્ઝાના ક્રેઝી છીએ તેથી અમે બધા ભેગા થઇને પિત્ઝાની પાર્ટી કરી હતી. સાથોસાથ મૂવીઝ, લોન્ગ ડ્રાઇવીંગ કરીને આજના સુહાના મૌસમની મજા લીધી હતી. આજે અમે લોકો ઘરે ગયા જ નથી.’ આ તો વિદ્યાર્થીઓની વાત થઇ, પરંતું તેમને સાથે સાથે તેમના પેરેન્ટસ પણ તેટલા જ ઉત્સાહી છે. કમીટમેન્ટ ઇઝ કમીટમેન્ટ. દિકરાએ ૯૦ ટકા લાવીને બતાવ્યા એટલે બાઇક તો આપવાની જ ને. સિટીલાઇટ પર રહેતા જતીન શાહના દિકરાના બોર્ડમાં ૯૨ ટકા આવ્યા અને તેને મોટરસાયકલ ગીફ્ટમાં આપી. આ અંગે તેઓ કહે છે,‘મારું કોઇ એવું પ્રોમીસ ન હતું પણ છોકરાઓ મોટા થાય તો તેની ડિમાન્ડને પૂરી કરવાની માતાપિતાની ફરજ હોય છે. મેં તેને ધોરણ બાર પછી બાઇક આપવાનું પ્રોમીસ કર્યું હતું જે મેં પૂરુ કર્યું છે.’ વોટ્સ ધ પાર્ટી થીમ: ડી.જે.પાર્ટી
ડિનર પાર્ટી
લોન્ગ ડ્રાઇવ
પાનીપૂરી પાર્ટી
પિત્ઝાપાર્ટી
મૂવી
પ્લે ઝોન
પ્રોમીસમાં શું? બાઇક
આઇ ફોન
લેપટોપ
સાયકલ
પર્સનલ રૂમ
બ્રાન્ડેડ વોચ
ફોરેન ટ્રીપ