સ્ટુડન્ટ્સ.. આ રીતે એક્ઝામ સમયે હેલ્થને સાચવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટુડન્ટ્સ.. આ રીતે એક્ઝામ સમયે હેલ્થને સાચવો

બુધવારથી સ્ટાન્ડર્‍ડ ૧૦ અને ૧૨ની એક્ઝામનો શરૂ થશે. હાલમાં સ્ટુડન્ટ્સ જોર શોરથી પહેલા પેપરની તૈયારીમાં લાગી ગયા છે. પેરેન્ટ્સ પણ હાલમાં સ્ટુડન્ટ્સને ઘણી ટિપ્સ આપતા હશે. ઘણી વખત એવું થાય છે કે સ્ટુડન્ટ્સ છેલ્લાં દિવસોમાં પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખતા અને જેથી પેપર અધુરા રહી જાય છે અથવા તો પેપર આપતી સમયે સરખુ ધ્યાન આપી શકતા નથી.

ર્બોડની પરીક્ષાના જ નહીં પણ દરેક એક્ઝામ આપવા માટે તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે સિટી ભાસ્કરે સુરતના ફેમિલી ફિઝિશ્યિન ડો. મધુસુદન ઉમરજી અને ડો. જયેન્દ્ર કાપડિયા પાસેથી ટિપ્સ લીધી હતી.

વિચારો કે પ્રિપેરેશનમાંથી પરીક્ષાલક્ષી કેટલું છે
આપણાં મોટા ભાગના વિદ્યાર્થીઓને મેં જોયા છે તેઓ ખાલી વાંચવા પૂરતું વાંચી જાય છે. પરંતુ તેને યાદ કરતા નથી. વાંચવાની એક ટેક્નિ‌ક હોય છે. ધારો કે તમે એક ચેપ્ટર વાંચ્યુ પછી આંખ બંધ કરીને તમે શું વાંચી ગયા તે યાદ કરી લો. ત્યાર બાદ એટલું વિચારો કે આમાંથી પરીક્ષાલક્ષી કેટલું છે. તમને ઓટોમેટિક યાદ રહી જશે.

કોમન ટિપ્સ
આ સમય દરમિયાન આઉટ સાઈડનું ફૂડ ખાવાનું ટાળો
રોજની મિનિમમ છ કલાકની ઉંઘ લો
દિવસ દરમિયાન ૨થી ૩ લિટર પાણી પીવો
સવાર સાંજ દસ મિનિટ માટે માઈન્ડ કોન્સ્ટ્રેશનની એક્સરસાઈઝ કરો
દિવસમાં એક વાર લિંબુ પાણી પીવાનું રાખો
બદામ કાજુ ખાવાનું રાખો
રાત્રે એક કેળું અને તેની સાથે દૂઘનો ગ્લાસ વધારે કેલ્શિયમ આપશે
દિવસમાં દૂધ પીવાનો આગ્રહ રાખો
વગર કામના ઉજાગરા કરવાનું ટાળો
એકલા બ્રેડ બટર ખાવાની જગ્યાએ પોસ્ટિક આહાર લો
જમવામાં શાક, રોટલી, દાળ, ભાતની સાથે દહીં અને ગ્રીન શબ્જીના સલાડ લો.

સ્પેશિયલ ટિપ્સ
ઉજાગરા માનસિક થાક વધારશે

મોટા ભાગના વિદ્યાર્થીઓ રાત્રે ઉજાગરા કરીને વાંચતાહોય છે, જેને કારણે એવું થાય છે કે તેમના માનસિક થાક વધી જાય છે. આવા સમયે તમને જે વસ્તુઓ યાદ રહેતી હોય છે તે પણ યાદ રહેતી નથી. આથી વિદ્યાર્થીઓને એવું લાગે છે કે તેમને પરીક્ષામાં બરાબર આવડયું નથી અને તેને કારણે તેમના માર્ક્સ ઓછા આવ્યા છે. આ ઉપરાંત અમુક લોકો અડધા અડધા કલાકે ચા પીવે છે, જેને કારણે પણ તમને ઉંઘ નથી આવતી અને તમે વધારે સ્ટ્રેસ અનુભવો છો. બાકી ર્બોડના પેપર એવી રીતે કાઢવામાં આવે છે કે જેમાં એવરેજ સ્ટુડન્ટ પણ સમજી શકીએ, પણ આ પ્રોબ્લેમને કારણે તેઓ સ્ટ્રેસ અનુભવે છે. - - ડો. જયેન્દ્ર કાપડીયા, ફેમિલી ફિઝિશિયન

વાંચીને થોડી વાર આંખ બંધ કરો
અમુક વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ્સ લાંબો સમય વાંચતા હોય છે, જેમ તમારું બોડી દુખે છે તેમ તમારી આંખો ને પણ વાંચ્યા પછી થાક લાગે છે. આંખો થાકેલી હશે તો ઉંઘ વધારે આવશે. આથી એક કલાક વાંચો પછી શાંતીથી આંખ બંધ કરીને બેસી રહો. જો આંખ વધારે દુખતી હોય તો આંખને ઠંડા પાણીથી ધોઈ નાંખો જેને કારણે તમારી આંખને નુકસાન નહીં પહોંચશે.- ડો. મધુસુદન ઉમરજી