એનર્જી બચાવવા માટે બાળકો કરશે એનર્જી ઓડિટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીની ૧૩ સ્કૂલમાં એન્વાયરન્મેન્ટ કન્ઝર્વેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે સ્ટુડન્ટ્સ એનર્જી ઓડિટ કરીને એનર્જીનો વપરાશ ઘટાડવા માટે આઇડિયાઝ પણ રજુ કરશે એન્વાયરન્મેન્ટલ ઇશ્યૂઝ પર પપેટ શો પણ કરાશે હવે એનર્જી બચાવવા માટે સ્કૂલ સ્ટુડન્ટ્સ આઇડિયાઝ રજુ કરશે. હકીકતમાં નેચર ક્લબ સંસ્થા દ્વારા સિટીની ૧૩ સ્કૂલમાં એન્વાયરન્મેન્ટ કન્ઝર્વેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામના ભાગરૂપે સ્ટુડન્ટ્સ સૌપ્રથમ તેમની સ્કૂલ્સમાં એનર્જીના વપરાશની પેટર્ન વિશે જાણકારી મેળવશે. બાદમાં એનર્જીનો કેટલો વપરાશ થવો જોઈએ અને વપરાશ કેવી રીતે ઘટાડી શકાય એ પણ તેમને શીખવવામાં આવશે. આખરે વર્ષના અંતે તેઓ સ્કૂલમાં એનર્જીનો યૂઝ કેવી રીતે ઘટાડી શકાય એના પર એનર્જી ઓડિટ કરી પ્રોજેક્ટ તૈયાર કરશે. આ પ્રોગ્રામ માર્ચ ૨૦૧૩ સુધી ચાલશે. શારદાયતન, સંસ્કાર ભારતી અને પીઠાવાલા સહિત સિટીની ૧૩ સ્કૂલમાં શરૂ કરાયેલા આ એન્વાયરન્મેન્ટ કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ બાળકોને પાણી, રણ, જમીન, બરફ અને જંગલ વગેરેની જુદી જુદી ઇકોસિસ્ટમ્સની જાણકારી પણ આપવામાં આવશે. આ ઇકોસિસ્ટમ્સ કેવી રીતે ડિસ્ટર્બ થઈ રહી છે અને એને કેવી રીતે બચાવી શકાય એનું નોલેજ પણ પૂરું પાડવામાં આવશે. સ્ટુડન્ટ્સ એન્વાયરન્મેન્ટલ ઇશ્યૂઝ પર એક સ્ટોરી લખશે અને એના પર પપેટ શો પણ કરવામાં આવશે. જે સ્કૂલ્સ અને આસપાસના એરિયામાં રજુ કરવામાં આવશે. સ્ટુડન્ટ્સ પ્રેક્ટિકલ નોલેજ મેળવી શકે એ માટે ફીલ્ડ વિઝિટનું પણ આયોજન કરવામાં આવશે. નેચર ક્લબના મેમ્બર વિરલ પ્રજાપતિએ કહ્યું હતું કે, ‘સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલી પ્રોબ્લેમ્સ સમજાવવાની જરૂર છે. સ્ટુડન્ટ્સને પ્રોજેક્ટ દ્વારા જુદા જુદા ઇશ્યૂ સમજાવવામાં આવશે. જેમ કે ક્યાંય પાણી ટપકી રહ્યું હોય તો એક સેકન્ડમાં એક ડ્રોપ પડતું હોય તો એક મિનિટમાં ૬૦ એમએલ પાણી વેસ્ટ થાય. આ વાત સમજાય તો બાળકો તરત જ લીકેજ બંધ કરે.’ જગદીશ ઇટાલિયા & સંસ્કાર ભારતી સ્ટુડન્ટ્સે પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે ‘એન્વાયરન્મેન્ટ કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ સ્કૂલમાં જુદા જુદા પ્રોગ્રામ હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્ટુડન્ટ્સે પ્રોજેક્ટ્સ પણ તૈયાર કર્યા છે. હવે આવતા મહિને આ પ્રોજેક્ટ્સનું ડસ્પિ્લે પણ કરવામાં આવશે. આ પ્રયાસોથી સ્ટુડન્ટ્સ એન્વાયરન્મેન્ટ બાબતે જાગૃત થયા છે.’