સુરતઃ પ‌શ્ચિ‌મની બેઠક પર કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ કરાવવાનો ટાર્ગેટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ‌શ્ચિ‌મની ચૂટણીના પરિણામનો લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉપયોગ કરવાની રણનીતિ
- લોકસભાની ચૂંટણી પહેલાં શહેરી વિસ્તારમાં ભાજપનો વિકલ્પ નહીં હોવાનો મેસેજ પાઠવવા પ‌શ્ચિ‌મની પેટાચૂંટણીમાં કોંગ્રેસને ભારે મતોથી પરાજય


સુરત-પ‌શ્ચિ‌મની બેઠકની પેટાચૂંટણીને ભાજપે લોકસભાની ચૂંટણી માટેનું 'હોડિગ્સ’ બનાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. પ‌શ્ચિ‌મની બેઠક ઉપર કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ કરાવી અથવા એકલાખથી વધુ મતની લીડથી પરાજય આપવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો હોવાનો લોકસભાની ચૂંટણીમાં 'મેસેજ’ આપવા આવો લક્ષ્યાંક નક્કી કરાયો છે. અલબત્ત, ભાજપની આ રણનીતિમાં કોંગ્રેસની પણ મૂકસંમતિ હોય તેવું સોમવારે શહેરમાં કોંગ્રેસના રાજેશ્રી હોલ ખાતેના સ્નેહમિલન સંમેલનમાં દેખાયેલી ગતિવિધિઓએ ઇશારો કર્યો હતો.

સુરત-પ‌શ્ચિ‌મની બેઠક ઉપર પેટાચૂંટણી છે, ઉપરથી આસાન બેઠક છે છતાં આખા શહેરના સંગઠન અને તમામ ચૂંટાયેલા કાર્પોરેટરને પણ કામે લાગવાનું ફરમાન કરાયું છે. એક એક ર્કોપોરેટર અને ર્વોડ સંગઠનના હોદ્દેદારોને એક-એક બુથના પ્રભારી તરીકેની કામગીરી સોંપી દેવાઈ છે. આનીપાછળ ભાજપની રણનીતિ કંઈક જુદી હોવાનું જોવાય છે. પ‌શ્ચિ‌મની બેઠક ભાજપ માટે હારની ચિંતાનો વિષય નથી. છતાં આ બેઠક ઉપર પેટાચૂંટણીમાં માઇક્રોલેવલની જવાબદારી સોંપવા પાછળ લોકસભાની ચૂંટણી માટે આ પેટાચૂંટણીના પરિણામોનો ઉપયોગ કરવાની ગણતરી રાખવામાં આવી છે.

- પ‌શ્ચિ‌મની ચૂંટણીના પરિણામો લોકસભામાં પ્રચારનો મુદ્દો

શહેર ભાજપના વર્તુળો કહે છે કે, પ‌શ્ચિ‌મની બેઠક ઉપર ભાજપની જીત અમારા માટે મુદ્દો નથી પરંતુ તેના સજ્જડ પરિણામો હવે અમારા માટે મુદ્દો છે. અમે આ બેઠક ઉપર ગત ચૂંટણીમાં ૭પહજાર મતની લીડ મેળવી હતી. આ વખતે કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થાય તેવો ટાર્ગેટ રાખ્યો છે. તેમ નહીં તો કમસેકમ કોંગ્રેસને એકલાખથી વધુ મતની લીડથી હરાવવા માટેની અમારી તૈયારી છે. એટલા માટે અમે દરેક બુથદીઠ અમારા સમગ્ર શહેરના સંગઠનને કામે લગાડી દીધું છે.

આ પ્રકારની રણનીતિ એટલા માટે નક્કી કરાઈ છે કે અમારે આ પેટાચૂંટણીના પરિણામોને લોકસભાના પ્રચાર માટે ઉપયોગ કરવા છે. જો આ પ્રકારના પરિણામો પેટાચૂંટણીમાં મેળવવામાં સફળ રહીશું તો આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક ઉપર અમે આને મુદ્દો બનાવીશું. કોંગ્રેસનું શહેરી વિસ્તારમાં અસ્તિત્વ રહ્યું નથી. તેવું દર્શાવી શકીશું

- કોંગ્રેસના સંમેલનમાં ગુસપુસ, 'પ‌શ્ચિ‌મમાં ભાજપ કોંગ્રેસનું ફિક્સિંગ'

ભાજપે પ‌શ્ચિ‌મની પેટાચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ કરાવવા માટેની રણનીતિ નક્કી કરી છે. તો સામે છેડે કોંગ્રેસમાં આ નીતિની સામે કોઈ આયોજન કરવાને બદલે જાણે તેને મદદ મળી રહે તેવી હિ‌લચાલ કરાઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. સોમવારે રાજેશ્રી હોલમાં શહેર કોંગ્રેસનું સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં તેનો આડકતરો ઇશારો મળ્યો હતો. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી ડો.તુષાર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની હાજરીમાં આ સંમેલન યોજાવાનું હતું.

સંમેલન તો યોજાયું હતું પરંતુ તેમાં ડો. તુષાર ચૌધરી હાજર રહ્યાં નહતાં. મંચ ઉપર કોઈ નવા નેતાઓ નજરે પડયાં નહતાં. નેતાઓના ભાષણમાં પણ પ‌શ્ચિ‌મની પેટાચૂંટણીનો કોઈ ઉત્સાહ કે તૈયારી નજરે પડતી નહતી. માત્ર નિરાશાજનક વાતો જ નીકળતી રહી હતી. પેટાચૂંટણીમાં પરિણામ પોતાની તરફે મેળવવા માટે સામાન્ય રીતે આખા રાજ્યના સંગઠનને કામે લગાડાતું હોય છે, પરંતુ આવી કોઈ જ તૈયારી કે પેટાચૂંટણી માટેની નક્કર ચર્ચા કે બેઠક પણ હજુ સુધી થઈ શકી નથી. સોમવારે સંમેલનમાં પણ તેનો કોઈ ખાસ ઉલ્લેખ કરાયો નહોઈ કાર્યકરો પ‌શ્ચિ‌મની પેટાચૂંટણીમાં 'ભાજપ-કોંગ્રેસ’નું ફિક્સિંગ છે. એવી વાતો કરતાં નજરે પડયાં હતાં.