હવે આંતરરાજ્ય વેપાર માટે 'પાસ’ ફરજિયાત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેટ વિભાગની નવી પોલિસી પ્રમાણે ૪૦૨ અને ૪૦૩ ફોર્મ ભરવું ફરજિયાત થતા વેટ ચોરી કરવી મુશ્કેલ બનશે શહેર અને જિલ્લાના પોણો લાખ અને દક્ષિણ ગુજરાતના અઢી લાખ વેપારીઓ માટે ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમનો અમલ ૧ જૂનથી શરૂ કરી દેવાયો છે. ગુજરાતના અંદાજે ૧૦ લાખ જેટલા ઔદ્યોગિક એકમો કે જેઓ આંતરરાજ્ય વ્યાપાર કરે છે તે તમામને હવેથી ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમમાં ફરજિયાત ૪૦૨ અને ૪૦૨ ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત 'દિવ્ય ભાસ્કરે’ અને સુરત વેટ બાર એસોસિયેશને આ માટેના ટ્રાન્ઝિસ્ટ ફોર્મની પેચીદી શરતો સામે વેપારીઓને પડતી તકલીફ મામલે વિરોધ વ્યકત કર્યા બાદ સરકારે તમામ પેચીદી શરતો હટાવી દીધી છે. શું છે વેટની નવી ટ્રાન્ઝિસ્ટ ફોર્મ સિસ્ટમ હવેથી માલ સામાન બહારના રાજ્યમાંથી લાવો કે અહીંથી વ્યાપાર માટે અન્ય રાજ્યોને મોકલવો હશે તો વેપારીઓએ ફરજિયાત ૪૦૨ અને ૪૦૩ નંબરનો ગેટ પાસ એટલે કે ટ્રાન્ઝિસ્ટ પાસ લેવાનો રહેશે. પેહલા આ ટ્રાન્ઝિસ્ટ ફોર્મમાં વેટ વિભાગની કોઇ કચકચ ન હતી. તેમાં વેપારી એકથી ત્રણ માસના તેના વ્યાપારિક લેવડ દેવડ સાગમટે દર્શાવતો હતો. હવેથી વેપારીએ તેના પ્રત્યેક વ્યાપારિક વ્યવહાર માટે ફરજિયાત ૪૦૨ ફોર્મ અને ૪૦૩ નંબરનું ફોર્મ ભરવું પડશે. 'દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ સરકાર સળવળી ટ્રાન્ઝિસ્ટ પાસ એટલે કે ગુજરાતની બહાર મોકલાતા કે ગુજરાતમાં આવતાં માલ સામાન માટે કેટલીક ફરજિયાત શરતો રાજ્ય સરકારે ઘોષિત કરી હતી. તેમાં વેપારી તેનો માલ કયા ટ્રાન્સપોર્ટમાં કયા નંબરની ટ્રકમાં અને કયા ડ્રાઇવર થકી મોકલે છે તે તમામ વિગતો ફોર્મમાં ભરવાની હતી. આ રીતે ડ્રાઇવર કે તેનો લાઇસન્સ નંબર પણ ટ્રાન્ઝિસ્ટ પાસમાં ફરજિયાત દર્શાવવો પડતા વેપારીઓને કનડગત થતી હોવાની ફરિયાદ સુરત વેટ બાર એસોસિયેશને રાજ્ય સરકારને કરી હતી. અધૂરામાં પૂરું વેપારીનો માલ કેટલા વાગ્યે ઉપડયો અને પહોંચ્યો તે તમામ વિગતો દર્શાવવી ફરજિયાત હતી, જે વેપારીઓ માટે અશકય હતી. 'દિવ્ય ભાસ્કરે’ પણ વેપારીઓને હેરાનગતિ થતી હોવાનો સૂર વ્યકત કર્યો હતો. અલબત રાજ્ય સરકારે હવે ટ્રાન્ઝિસ્ટ પાસના આ કોષ્ટકને મરજિયાત કરી દીધું છે. પાસ નહીં હોય તો ૧પ૦ ટકા પેનલ્ટી જે વ્યાપારિક પેઢી પાસે આ ટ્રાન્ઝિસ્ટ ફોર્મ નહીં હશે તેને ગુજરાતની ચેકપોસ્ટ પર ૧પ૦ ટકા જેટલી વેટની પેનલ્ટી ફટકારવાની ઘોષણા ચીફ કમિશનર વેટ અને રાજ્ય સરકારે કરી છે. તેમાં ચેક પોસ્ટ પર ફરજિયાત ગુજરાત બહાર જતાં માલ પર ટ્રાન્ઝિસ્ટ પાસ નંબર ૪૦૨ અને ગુજરાતની અંદર આવતા માલ પર ૪૦૩ ફરજિયાત રાખવાનો રહેશે. શું કહે છે વેટ બાર એસો. વેટ બાર એસોસિયેશન કરેલી માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે. તેને કારણે હવેથી વેપારીઓને હેરાનગતિ ભોગવવાની રહેશે નહીં. આ બાબત આવકારદાયક છે. શું કહે છે વેટ વિભાગ અગાઉ ટ્રાન્ઝિસ્ટ પાસમાં વેપારી તમામ વ્યવહારો દર મહિ‌ને દર્શાવતો હતો. હવેથી પ્રત્યેક વ્યવહાર માટે ટ્રાન્ઝિસ્ટ પાસ ફરજિયાત છે. અગાઉ મહારાષ્ટ્ર , કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં આ સિસ્ટમ અમલમાં છે. આર.કે.ચૌધરી, એડિશનલ કમિશનર , વેટ કચેરી સુરત