તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: ભેસ્તાનમાં રાત્રે એસટી બસ પલટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અકસ્માતમાં અનેક લોકો ઘાયલ, સ્થાનિક લોકોએ મુસાફરોને બચાવ્યા

ભેસ્તાનમાં દિવાળીની પૂર્વ સંધ્યા અને કાળી ચૌદસની રાત્રે એસટી બસ પલટી ખાઈ ગઈ હતી. વલસાડથી ઉપડેલી બસ ડ્રાઇવરની ભૂલના લીધે ડિવાઇડર સાથે ભટકાતા આ ઘટના બની હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. બસ પલટી ખાતા અનેક મુસાફરોને સ્થાનિક લોકોએ બસની બહાર કાઢયા હતા. ફાયરની ટીમે ક્રેઇન બોલાવીને બસને સીધી કરી હતી. ઘટનામાં ઘાયલ થનારને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઘટના સ્થળે ઉપસ્થિત ફાયરના અધિકારીઓએ બનાવમાં એકેય મુસાફરનું મોત નિપજયું હોવાનું નકાર્યુ છે.

રાત્રે દસના અરસામાં વલસાડથી બારિયા જઈ રહેલી એસ ટી બસ (નંબર -જીજે૧૮વાય-૭૦૩૪) ભેસ્તાન ચાર રસ્તાથી થોડે દુર આવેલાં એક નાનકડા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ ડિવાઈડર સાથે ટકરાતા પલટી ખાઈ ગઈ હતી. ૩૩ મુસાફરોને લઈ જઈ રહેલી બસ પલટી ખાતા બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બસ ઊંઘી વળી જતાં ચીચયારીઓથી માહોલ ગુંજી ઉઠયો હતો. દિવાળીના કારણે ચહલ-પહલ હતી એટલે અનેક લોકો દોડી આવ્યા હતા અને બસની બારીના કાચમાંથી લોકોને બહાર કાઢયા હતા.

ફાયર ઓફિસર બારોટે આ અંગે વધુ માહિ‌તી આપતા જણાવ્યું હતુ કે બસ પલટી ખાતા તેમાં બેસેલાં લોકોને સ્થાનિક લોકોએ જ બહાર કાઢયા હતા. ફાયરની ટીમ ગણતરીના સમયમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. કોઇને ગંભીર ઇજા પહોંચી હોવાની જાણ થઈ નથી. ફાયરના અધિકારીએ ઉર્મેયુ' કે બસમાં એક ગર્ભવતી મહિ‌લા પણ બેસી હતી, બસ પલટી ખાતા તેને ઇજા પહોંચી હતી આથી ૧૦૮ બોલાવીને તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવાઈ હતી.