સોનગઢની સરકારી કોલેજ પાસે ગંદા પાણીના તળાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવી કોલેજનું બિલ્ડિંગ બનાવવા કરોડોનો ખર્ચ અને ગંદકીના નિરાકરણ માટે વિચારાયું નથી

સોનગઢની પાદરે હાલમાં જ તૈયાર કરવામાં આવેલા સરકારી કોલેજના મકાનની નજીક સરકારી વસાહતનું ઘર વપરાશી પાણી મોટ પ્રમાણમાં એકત્ર થયું છે. આવા ગંદા પાણીના નિકાલ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોય ચોતરફ ગંદકીની ભરમાર જોવા મળે છે.

સોનગઢના બહુમાળી મકાનની સરકારી વસાહતની સામે હાલમાં કરોડોના ખર્ચે સરકારી કોલેજની બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે. આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે. આ બિલ્ડિંગની દીવાલને લાગીને એક નાળું આવેલું છે. આ નાળામાં થઈ સરકારી વસાહતનું વપરાશી પાણી વહે છે. બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ બનાવતી વખતે નાળાનો ભાગ પુરાઈ ગયો હોય આવા ગંદા પાણીનો નિકાલ અટકી ગયો છે.

હાલમાં આ નાળાના સ્થળે મોટી માત્રામાં ગંદુ પાણી એકત્ર થયેલું છે. આ ગંદકીના કારણે ચોતરફ દુગ્ર્‍ાંધનું વાતાવરણ ઊભુ થયું છે. કોલેજના પ્રવેશદ્વારની નજીક જ આ રીતના ગંદાપાણીનું સરોવર ઉભરાય રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડવાની સંભાવના છે. આ ગંદકીની જનક હુડકો કોલોની તથા સરકારી વસાહત પણ આવેલી છે. અહી વસવાટ કરતાં નાગરિકના આરોગ્ય બાબતે પણ દુલક્ષ સેવવામાં આવી રહ્યું છે.

માર્ગ મકાન વિભાગના આ નાળાની આસપાસ યોગ્ય કામગીરી કરાવી એકત્ર થયેલા ગંદા પાણીના નિકાલ બાબતે યોગ્ય પગલાં ભરે એવી માંગ થઈ છે.

આ બાબતે અગાઉ પણ રજૂઆત થઈ છે.

સોનગઢ સરકારી વસાહતના ગંદાપાણીનો યોગ્ય નિકા માટે આ અગાઉ પણ અમે રજૂઆત કરી છે. આ સતાવતી ગંદકીના કારણે મોટા પ્રમાણમાં મચ્છરની ઉત્પત્તિ થઈ રહી છે. સરકારી તંત્ર તથા સ્થાનિક નગરપાલિકા આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી અમારી માંગ છે. - અમરસિંહ વસાવા, સરકારી કર્મચારી, સોનગઢ

ભવિષ્યમાં પાઈપલાઈનની યોજના છે.

સોનગઢ સરકારી કોલેજ નજીક ઊભી થયેલી ગંદકી અમારા ધ્યાન પર છે. આ બાબતે વિભાગ દ્વારા આગામી યોજના બનાવવામાં આવી છે. આગામી સમયમાં આ સમસ્યાથી કાયમી છૂટકારો મળશે. - એન. ડી. રાઠોડ, અધિક મદદનીશ ઈજનેર માર્ગ મકાન, સોનગઢ