સળીયો હથેળીની આરપાર થઈ નીકળ્યો બીજી આંગળીની બહાર!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નાનો બાળક, મોટી મુસીબત
- બોલ લેતાં પગ લપસ્યો ને સળિયો કાંડાની આરપાર ઘુસી ગયો

નાનપુરા વિસ્તારનાં પખાલીવાડમાં રવિવારે સવારે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે બોલ બાજુનાં પ્લોટનાં કમ્પાઉન્ડમાં જતા એક ૧૪ વર્ષીય કિશોર કમ્પાઉન્ડની દિવાલ કુદીને ગયો ત્યારે તેનો પગ લપસતા તેના હાથમાં દિવાલ પરનો સળીયો ઘુસી ગયો હતો. જેથી આસપાસનાં લોકોએ સળીયો કાપીને આ કિશોરને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેનાં હાથમાંથી સળીયો કઢાયો હતો.

તસવીર: હેતલ શાહ

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...