સુરત: સ્મીમેરના સાત પ્રોફેસર્સના રાજીનામા અટકાવી દેવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સ્મીમેરના સાત પ્રોફેસર્સના રાજીનામા અટકાવી દેવાયા

સુરત: સ્થાયી સમિતિમાં મંગ‌ળવારે સ્મીમેરના સાત પ્રોફેસર્સના રાજીનામા ઉપર બ્રેક મારી દેવાઈ હતી. યુજીસીના ધોરણે પગારની માગણી મંજૂર કર્યા પછી પણ શું વાંધો પડ્યો છેω તે જાણ્યા બાદ રાજીનામા મંજૂર કરવા માટેની શાસકોએ તૈયારી દર્શાવી છે.મંગળવારે સ્થાયીની બેઠકમાં જનરલ મેડિસિન વિભાગના બે આસિ. પ્રોફેસર, રેડિયોલોજી વિભાગના એક, સાયકિયાટ્રીક વિભાગના એક અને જનરલ સર્જરી વિભાગના ત્રણ આસિ. પ્રોફેસર મળી કુલ સાત આસિસ્ટન્ટ પ્રોફેસરના રાજીનામા મંજૂર કરવા માટેની દરખાસ્ત મૂકાઈ હતી.જોકે, એક સાથે સાત આસિસ્ટન્ટ પ્રોફેસરના રાજીનામા માટેની દરખાસ્ત જોઈને સ્થાયી સમિતિના સભ્યોને પણ આશ્ચર્ય થયું હતું. અધ્યક્ષ નિરવ શાહનું કહેવું હતું કે, આ આસિસ્ટન્ટ પ્રોફેસર્સની પાસે તેમના રાજીનામા માટેના કારણોની પૂરપરછ કરીને પછી તેને મંજૂરી આપવા માટેનો ઠરાવ કરીશું.
આ પ્રોફે.ના રાજીનામા
1. ડો. પિયુષ અનાજવાલા, 2. ડો. ધવલ માંગુકિયા, 3 ડો. વિહાંગ સાલી, 4 ડો. શિલ્પા સુતરીયા, 5. ડો. અલ્પના પરમાર, 6. ડો. નેહલ દિવાનજી, 7. ડો. બિમલ તમાકુવાલા