સાયન્સ સેલ્ફ ફાયનાન્સ કોલેજ ફાવશે અને વિદ્યાર્થીઓ લૂંટાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૭૦ ટકાથી ઓછા માર્કસ લાવનારા વિદ્યાર્થીઓનેગજવા ઢીલા કરવા પડશે

આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૪ ટકા જેટલું ઐતિહાસિક રહેતા આખરે યુનિવર્સિ‌ટીએ એફવાય બીએસસીમાં પ્રવેશ ફાળવવા માટે કેન્દ્રિ‌ય પ્રવેશનું એલાન કરી દીધું છે. ત્યારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોના સંચાલકોના ચહેરા ખીલી ઉઠયાં છે તો બીજી તરફ ૭૦ ટકાથી ઓછા માર્કસ લાવનારા વિદ્યાર્થીઓ પોતાના ગજવા ઢીલા કરવા તૈયાર રહેવુ પડશે. કેમકે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ કોલેજોની ફીના સ્ટ્રકચરમાં લગભગ બે ગણો તફાવત છે. નોંધનીય છે કે શહેરમાં ગ્રાન્ટેડ કોલેજની સંખ્યા ત્રણ તો સેલ્ફ ફાયનાન્સ કોલેજની સંખ્યા સાત જેટલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં નવયુગ, પીટી સાયન્સ અને ખોલવડ કોલેજ ગ્રાન્ટેડ છે, જ્યારે બાકીની સાત કોલેજો કે જેને ગત સિન્ડિકેટમા જેને મંજૂરી અપાઈ હતી તેનો સમાવેશ થાય છે.

ઓછા ગુણ વાળા વિદ્યાર્થીઓએ તો બમણી ફી ચૂકવવી પડશે
શહેરમાં નવયગુ, પીટી સાયન્સ અને ખોલવડ ખાતેની ત્રણ ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં કુલ બેઠક ૮૦૦ જેટલી બેઠક છે. આ ઉપરાંત સાર્વજનિક, સામ્સા, ભગવાન મહાવીર, ભેસ્તાન, ઉપરાંત યુનિવર્સિ‌ટી ખાતે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં કુલ ૭૦૦ જેટલી છે. આ ઉપરાંત જિલ્લામાં પણ સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. સાયન્સ કોલેજના સૂત્રોએ આપેલી માહિ‌તી મુજબ કેન્દ્રિ‌ય પ્રવેશને લીધે હવે નબળા માર્કસ લાવનારા વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં જ અભ્યાસ કરવાનો રહેશે. ગ્રાન્ટેડ કોલેજમાં જ્યાં પહેલા વર્ષની ફી ૩૦૦૦ થી ૩પ૦૦ જેટલી હોય છે. જ્યારે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં આ ફિગર દસ હજાર પર પહોંચી જાય છે. આ ઉપરાંત લેબોરેટરી અને અન્ય સુવિધાઓના પણ ધાંધિયા પણ જોવા મળે છે.

કોલેજોની મનમાની નહી ચાલે
અગાઉ કોલેજો પોતાની રીતે જ લીસ્ટ બહાર પાડીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેતી હતી. જો કે, સાયન્સ કોલેજના દિવસો પણ પાછલાં બે વર્ષમાં જ બદલાયા છે. બાકી તો વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ ક્ષેત્રે જ જતાં હતા. પ્રવાહ બીએસસી તરફ વળતા આ વખતે સેલ્ફ ફાયનાન્સ કોલેજો પણ ફાવી જશે.