સિકયુરીટી કંપનીની ઓફિસમાંથી ૧૧ લાખની કારની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રાઇવરદોડીને બહાર આવે તે પહેલા ચોર છૂ

આડાજણ પાટીયા સ્થિત જય અંબે સોસાયટીમાં એક સિક્યુરીટી કંપનીની ઓફિસ આવેલી છે. મંગળવારે વહેલી સવારે ચોર ઓફિસમાં પ્રવેશ કરી દરવાજાની સામે હેંગર પર લગાવેલી ગાડીની ચાવી લઇ ગયો,અને પાર્ક કરેલી રૂપિયા ૧૧ લાખની કાર લઇ પલાયન થઇ ગયો હતો.આ બાબતે રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધવામા આવી છે.

બનાવ સંદર્ભે રાંદેર પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રામકુમાર રામમોહનસીંગ પરીહાર(૨૮)ઘરનં૩-સુંદર વાટીકા અડાજણ પાટીયા રાંદેરમાં રહે છે.જેઓ એક સિક્યુરીટી કંપની ચલાવતા હોવાતી તેમણે રાંદેરના અડાજણ પાટીયા પાસે જયઅંબે સોસાયટીમાં ૬૦ નંબરનું મકાન ભાડે રાખ્યું હતું.જેમાં સિક્યુરીટી કંપનીની ઓફિસ અને ગેસ્ટ હાઉસ બનાવ્યું હતું.આ ગેસ્ટ હાઉસમાં કંપનીના ડ્રાઇવરો અને અન્ય સ્ટાફ ત્યા રહેતો હતો.

રાબેતા મુજબ ડ્રાઇવરો બહારથી આવીને મુખ્ય દરવાજાની સામે હેંગર પર ચાવી લટકાવી દેતા હતા.જેથી દરવાજો રાત્રે ખુલ્લો હોવાથી મંગળવારે વહેલી સવારે ચોર ઘરમાં ઘુસીને ચાલી લઇ પાર્ક કરેલી કાર નંબર જીજે-પ-સીપી-૮૬૬૭ જેની કિંમત ૧૧ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.ડ્રાઇવરો કારનો અવાજ આવતા દોડીને બહાર આવ્યા પરંતુ તે પહેલા ચોર નાસી છુટયો હતો. ઉલ્લેખનિય છે કે, આ બાબતે રાંદેર પોલીસમાં ફરીયાદ કરતા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરી છે.