સિક્યુરિટી ગાર્ડ સૂઈ ગયો ને ચોર કમરમાંથી ગન લઈને છૂ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીએમએસ કંપનીનો ગાર્ડ પાંડેસરામાં ખાટલા પર સૂતો હતો અને ચીકનની લારી પર કામ કરતો યુવાન રિવોલ્વર ચોરી ગયો પાંડેસરા અને અલથાણને જોડતા રસ્તા પર ઘર સામે ખાટલા પર સૂતેલા ગનમેનના કમર પર લટકાડેલી રિવોલ્વર ચોરાઈ હતી. નજીકમાં જ એક ચીકન સેન્ટરમાં કામ કરતો યુવાન આ રિવોલ્વર ચોરી છૂ થઈ ગયો હતો.શિવનગરમાં રહેતો દરબાર હરબત સિંગ સીએમએસમાં કોન્ટ્રાક્ટથી ગનમેન તરીકે નોકરી કરે છે. ભટાર રોડ પર આવેલી ઓફિસ ખાતે તે ફરજ બજાવે છે. શનિવારે રાત્રે તે ઘર નજીક આવેલા ખૂશ્બુ ચીકન સેન્ટર પર ગયો હતો. જ્યાં તેણે ચીકન ખાધા બાદ ઘર નજીકના ખાટલા પર સૂઈ ગયો હતો. ચીકન સેન્ટર પર કામ કરતા ગુડ્ડ તિવારી નામના યુવાનની નજર આ ગનમેન પર પડી હતી. તેણે ગનમેનના કમર પર લટકાડેલી રૂ. ૮૦,૦૦૦ની કિંમતની ૩૨ બોરની પ૦૭ નંબરની રિવોલ્વર ચોરી લઈ ભાગી છૂટયો હતો. દરબાર સિંગ ઉઠયો ત્યારે તેને ખબર પડી કે રિવોલ્વર ચોરાઈ ગઈ છે. આથી મોડીરાત સુધી ગુડ્ડની શોધખોળ આદરી પણ તેની કોઈ ભાળ મળી ન હતી. દરબાર સિંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે રિવોલ્વર ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.