ઉમરપાડાના અધિકારી પાસે આવકથી વધુ સંપત્તી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરપાડાના અધિકારી પાસે આવકથી વધુ સંપત્તી મળી
એસીબીની તપાસમાં 18.14 લાખની અપ્રમાણસર મિલકત મળી

બારડોલી: સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકાના સર્વશિક્ષણ અભિયાનના બીઆરસી કો.ઓર્ડિનેટર અનિલભાઈ રમણભાઈ ચૌધરીની પાસેથી આવક કરતાં 18.14 લાખની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવતાં આજરોજ તેમના વિરુદ્ધ ગુનો નોંધતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે એસીબી પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકાના સર્વશિક્ષણ અભિયાનના બ્લોક રિસોર્સ સેન્ટરના કો.ઓર્ડિનેટર અનિલભાઈ રમણભાઈ ચૌધરી (રહે. એ/60, ગણેશ નગર માંડવી)નાઓ પોતાની રાજ્ય સેવક તરીકેનો હોદ્દાનો દૂરુપયોગ કરી ભ્રષ્ટ્રાચાર આચરી પોતાની 4/10/1999 થી 31/3/2014 સુધીની ફરજ દરમિયાન તેમના તથા તેમની પત્નીના નામે તમની આવકના પ્રમાણમાં વધું મિલકત વસાવેલી હોવાની કેટલીક હકીકતને આધારે એસીબીના મદદનીશ અધિકારી એ. યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીબી પીઆઈ એલ. બી. ઝાલા તથા સી. એમ. જાડેજાનાઓએ તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન અનિલભાઈ પાસે તેમની આવક કરતાં 18,14,260 રૂપિયાની મિલકત દર્શાવેલ હોવાનું બાહર આવ્યું હતું. અને જે હકીકતને આધારે આજરોજ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના અધિકારી પીઆઈ એલ. બી. ઝાલાએ સરકાર તરફી તેમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાવતાં ચકચાર મચી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતી તપાસ દરમિયાન એસીબીને અનિલ ચૌધરી પાસે અપ્રમાણસર મિલકત હોવાના પુરાવા મળ્યા હતાં. અને જેને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
નનામી અરજીએ ભોપાળું બહાર કાઢ્યું
અનિલ ચૌધરી કરપ્શન કરે છે અને સારી એવી સંપત્તી ભેગી કરી રાખી છે એવી નનામી અરજી એન્ટી કરસ્શન બ્યુરોને મળ‌ી અને એન્ટી કરપ્શન બ્યુરોનું કામ થઇ ગયું.આ અરજી બે મહીના પહેલા એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી. નનામી અરજીમાં અનિલ ચૌધરીની સંપત્તી બાબતે સ્પષ્ટ ખુલાસાઓ થયા હતા. બ્યુરોને અધિકારીઓએ અરજી કરનાર બાબતે જાણવામાં કોઈ રસ લીધો નહીં અને માત્ર અનિલ ચૌધરીની સંપત્તીના માહિતી ભેગી કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આખરે બે મહીનાની તપાસમાં અનિલ ચૌધરીના 15 વર્ષની કાયદેસરની આવક અને ગેરકાયદેસરની આવકનો હિસાબનો તાળો મેળવી લીધો હતો. આમ બે મહીનાની જહેમત બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ અનિલ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.