સાંઈબાબાની ટ્રોલી લઈ શિરડી જતો પદયાત્રી, લોકોમાં અનેરુ આકર્ષણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શ્રદ્ધા: છેલ્લા નવ વર્ષથી એકલો શીરડી પદયાત્રાએ જતો બારડોલીનો નાગરાજ પાટીલ

બારડોલીથી શિરડી પગપાળા જઈ બાબાની ટ્રોલી લઈ ચાલીને પરત ફરેલા ૨પ વર્ષીય સાંઈભક્ત નવ વર્ષથી બાબાનો પગપાળા પ્રવાસ કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી એકલા હાથે બાબાની ટ્રોલીવાળી રથ બનાવી જતો અને પરત ફરતો આ યુવાને લોકોમાં અનેરુ આકર્ષણ ઉભુ કર્યું છે. ઉનાઈ ખાતે રાત્રે આવેલા આ યુવકને સાંઈભક્તોએ વધાવ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોથી શિરડી સાંઈબાબાના ભક્તો પગપાળા પ્રવાસ ખેડી બાબાના દર્શનાર્થે જતા જોવા મળે છે. દિવાળીના સમયે હાઈવે પદયાત્રીઓથી ઉભરાય છે. આ પગપાળાઓ સંઘ બનાવી જતા હોય એવું વધુ જોવા મળે છે. જલારામ મંદિર પાછળના ભાગે રહેતો બારડોલીના નાગરાજ બાબુભાઈ પાટીલએ નવ વર્ષથી એકલો બાબાનો પ્રવાસ ખેડી રહ્યો છે. ૧૬ વર્ષની ઉંમરે જ નાગરાજ ઘરેથી એક બેગ લઈ બાબાના દર્શને ઉપડી ગયો હતો. ૯ વર્ષથી પગપાળા પ્રવાસ ખેડતો આ યુવકને ઠેર ઠેર આવકાર અને સત્કાર મળી રહે છે.

આ યુવકે છેલ્લા બે વર્ષથી લોકોમાં અનેરુ આકર્ષણ જગાવ્યું છે. તેણે એકલા હાથે બાબાના રથની ટ્રોલી બનાવી શિરડી જવા નીકળી જાય છે અને દર્શન કરી ફરી ચાલીને એકલા હાથે ટ્રોલી લઈ બારડોલી પરત ફરે છે. આ ટ્રોલીમાં બાબાની નાની મૂર્તિ‌ એ શક્તિનો સંચાર કરતુ હોય તેમ નગરજનોને લાગે છે. ૨પ વર્ષીય નાગરાજ આ વેળા ૨૭મીએ બારડોલીથી ટ્રોલી સાથે પગપાળા પ્રવાસે નીકળ્યો હતો, જે બાબાના દર્શન કરી ૧૩મા દિવસે રાત્રે ઉનાઈ ખાતે આવી પહોંચ્યો હતો.

અહીંના ભક્તોએ તેને આવકાર્યો હતો. નાગરાજ ભક્તો દ્વારા રૂપિયા સ્વરૂપે દાન સ્વીકારતો નથી પરંતુ વસ્તુ કે જમવાનું તે સ્વીકાર કરી બાબાનો પ્રસાદ ગણે છે. ૧૬ વર્ષની ઉમરે મનમાં બાબાના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા એ પગપાળા જવા પ્રેરિત કર્યું હોવાનું તે જણાવે છે. જ્યાં સુધી જવાની ઈચ્છા થશે ત્યાં સુધી તે પગપાળા પ્રવાસ ખેડતો રહેશે એમ કહીં તે સાંઈબાબા પર અતૂટ શ્રદ્ધા દાખવતો હતો. ઉનાઈમાં મળેલા આવકારને તેણે બાબાની કૃપા બતાવી હતી.