• Gujarati News
  • RTO 3 Thousand Smart Card Pending One An Half Months

RTOમાં 3 હજાર સ્માર્ટ કાર્ડ દોઢ માસથી પેન્ડીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ભૈરવ ગામે ચાલી રહેલું બિનઅધિકૃત બાંધકામ )
RTOમાં 3 હજાર સ્માર્ટ કાર્ડ દોઢ માસથી પેન્ડીંગ
બેદરકારી | ટ્રાફિક જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આરટીઓની બેદરકારીથી વાહનચાલકો દંડાયા

બારડોલી: બારડોલી આરટીઓ કચેરીના અધિકારીની બેદરકારીના ભોગે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહન ધારકોને રજિસ્ટ્રેશન અને લાઈસન્સના સ્માર્ટકાર્ડ ચાલીસથી વધુ દિવસ થઈ જવા છતાં પોસ્ટ કરવામાં આવ્યા નથી. હાલ ત્રણ હજારથી વધુ સ્માર્ટ કાર્ડ માત્ર કવરના અભાવે પડી રહ્યાં છે. તંત્રની બેદરકારીના ભોગે વાહનચાલકો દંડ પણ ભોગવ્યો હોવાનું જાણવા મળેલ છે.બારડોલી આરટીઓ કચેરીમાં છેલ્લા ચાલીસેક દિવસથી વધુ દિવસો નંબર રજિસ્ટ્રેશન વાહનો અને લાઈસન્સના સ્માર્ટકાર્ડનો ઢગલો થઈ ગયો હોવાનું જાણવા મળેલ છે. આ તમામ લાઇસન્સ અને સ્માર્ટકાર્ડ કોઇને પોસ્ટ કરવામાં જ આવ્યા નથી.

જેને કારણે બારડોલી, મહુવા, પલસાણા, ઉંમરપાડા અને માંડવી પાંચ તાલુકાના વાહનધારકોના આરસી બુક અને લાયસન્સના સ્માર્ટકાર્ડ માટે દોઢેક માસ જેટલો સમયથી આપ્યા હોય પરંતુ ત્યારબાદ સ્માર્ટકાર્ડ તૈયાર થઈ ગયા હોવા છતાં પોસ્ટ કરવામાં આવ્યા નથી. આરટીઓ અધિકારીની બેદરકારીના ભોગે નિર્દોષ વાહનધારકો અગવડ વેઠી રહ્યાં છે. જિલ્લામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી એક તરફ થતી હોય અને બીજી તરફ ગાડીના રજિસ્ટ્રેશનના અને લાઈસન્સના સ્માર્ટકાર્ડ આરટીઓ કચેરીમાં જ પડ્યા હોય એવા વાહન ચાલકો દંડાયા હોવાનું પણ જાણવા મળેલ છે. સ્માર્ટકાર્ડ પોસ્ટ કરવાના કવર ન હોવાના વાંકે ઓફિસમાં જ પડી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે. અધિકારીઓની આળસના કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું પણ વાહનધારકો જણાવી રહ્યાં છે.
એજન્સીની આળસ પણ જવાબદાર
આરટીઓ કચેરીમાં કામ કરતી એજન્સીની પણ બેદરકારી હોવાનું વાહન ધારકો જણાવી રહ્યાં છે. સરકારના નવા નિયમ મુજબ લાયસન્સ કે રજિસ્ટ્રેશનના સ્માર્ટકાર્ડને સમયસર પોસ્ટ કરવાનું હોય છે. છતાં ઘણીવખત એજન્સી દ્વારા આળસ દાખવી સમયસર પોસ્ટ કરાતું ન હોવાનો પણ ગણગણાટ ઉઠ્યો છે.
શનિવારે 2000 સ્માર્ટકાર્ડ પોસ્ટ થશે
અંદાજિત ત્રણેક હજાર જેટાલા સ્માર્ટકાર્ડ પોસ્ટ કરવાના બાકી છે. આજે બે હજાર કવર આવી ગયા છે. જેથી શનિવારે બે હજાર સ્માર્ટકાર્ડ પોસ્ટ કરી દેવા અંગે આરટીઓ કચેરીના ક્લાર્કે જણાવ્યું હતું.
કવરના અભાવે ડીસ્પેચ અટક્યું
આરસી બુક અને લાયસન્સના સ્માર્ટ કાર્ડ કવર ન હોવાથી ડિસ્પેચ થઈ શક્યા નથી. સ્ટાફ ઓછો હોવાના કારણે કવર લેવા કમીશનર કચેરીએ જઈ શકાયું નથી.પરંતુ લેખિતમાં આપી દેવામાં આવ્યું છે. અને શનિવાર સુધીમાં કવર આવી જતાં પોસ્ટમાંથી ડીસ્પેચ કરી દેવામાં આવશે. > સી. એમ. સુરતી, બારડોલી, આરટીઓ અધિકારી