• Gujarati News
  • RPF In The Online Help Desk, Immediate Action On The Complaint Of Passengers

RPF માં હવે ઓનલાઇન હેલ્પ ડેસ્ક, યાત્રીઓની ફરિયાદ પર તરત પગલાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે પ્રોટેકશન ફોર્સના બરોડા, અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ આરપીએફની પોલીસ કંમ્પલેનને હવે ઓનલાઇન સાંકળી લેવાશે. ટ્રેનમાં યાત્રીઓ સાથે કોઇપણ અઘટિત ઘટના બને તેવા સંજોગોમાં આરપીએફના મુખ્ય કમ્પ્યુટર પર સીધો સંપર્ક થઇ જશે. સુરતમાં યાત્રી સાથે કંઈ અઘટિત થાય તો યાત્રી ભલે સુરત સ્ટેશન છોડી ચુકયો હોય પણ તે કોમન હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ દાખલ કરાવી શકશે. ત્યારબાદ આ ફરિયાદ આપોઆપ સુરત આરપીએફના ઓનલાઇન હેલ્પ ડેસ્કને મળી જશે. આરપીએફ ટૂંક સમયમાં આ હેલ્પ લાઇન નંબર ઘોષિત કરશે. યાત્રી હેલ્પ લાઇન મારફત વલસાડથી પણ ફરિયાદ કરે તો તે સીધી આરપીએફના કમ્પ્યુટર પર પહોંચી જશે.

યાત્રીઓને ફાયદો
ટૂંકમાં હેલ્પ લાઇન જાહેર કરાશે.
યાત્રીએ ફરિયાદ માટે હેલ્પ લાઇન નંબર પર તરત જાણ કરવાની રહેશે.
ફરિયાદ પોલીસમાં ઓનલાઇન પહોંચી જશે. યાત્રીને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવા નહીં પડે.

GRP ને કનેક્ટ ન કરાઈ
લૂંટ કે ચોરીના કેસ માટે ગવર્મેન્ટ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધવી પડે છે, ત્યારે જીઆરપીને આ હેલ્પ ડેસ્ક અંતર્ગત સાંકળવા અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. જોકે આરપીએફના પીઆઇ ગ્રેસીયર્સ ફર્નાન્ડીઝ મુજબ ફરિયાદ જીઆરપીને સ્પર્શતી હશે તો તેઓ તેની જાણ કરી દેશે.