કઠોરમાં ઘર ખાલી કરાવવા માટે ઘર માલિકને લેવુ પડ્યુ પોલીસનુ શરણું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘેચામાં ગણેશ વિસર્જનમાં અવ્યવસ્થાના દેખાતા એંધાણ ગણેશ ભક્તો જાતે નદીમાં શ્રીજીની મૂર્તિ‌નું વિસર્જન કરતાં હોવાથી દુર્ઘટનાનું તોળાતુ જોખમ કઠોરમાં ઘર ખાલી કરવાનું કહેતા માલિકને ધમકી મળી ઘરમાલિક એવા વેપારીએ પોલીસનું શરણું લેવું પડયું કામરેજ તાલુકાના કઠોર ગામે બદાત ફળિયામાં રહેતા એક વેપારીએ તેમના ઘરે કામ કરતી મહિ‌લાને રહેવા માટે ઘરનો એક રૂમ આપ્યો હતો. ત્યારબાદ મહિ‌લાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મહિ‌લાના પુત્ર તથા અન્ય બે પરિવારના સભ્યો મળી રૂમ ખાલી નહીં કરી ઘરના માલિક સાથે અપશબ્દો બોલી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ઘટના અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે કામરેજ પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિ‌તી અનુસાર કામરેજ તાલુકાના કઠોર ગામે બડાત ફળિયામાં રહેતા સુલેમાન ગુલામ હુસેન વાહેત તેમના સાઉથ આફ્રિકા ખાતે રહેતા નાના મહંમદ સુલેમાન કાઝીના ખોલવડ ખાતેના મકાનમાં રહે છે અને વારસદાર તરીકે આ મકાનનો કબજો ભોગવે છે. તેમના ઘરમાં ઘરકામ કરવા માટે જમીના બીબી નામની મહિ‌લા રહેતી હતી. દોઢ વર્ષ અગાઉ આ મહિ‌લાનું મોત થયું હતું. આ દરમિયાન જમીના બીબીનો પુત્ર દીવાલર અબ્દુલ હમીદ શેખ તેની પત્ની જયદબ બીબી દીવાલર શેખ અને અબ્દુલ હમીદ અબ્દુલ કાદીર શેખ ત્રણે ઘરમાં રેહતા હતાં.તેમણે સુલેમાનને જણાવ્યું હતું કે જમીના બીબીની વિધિ બાકી હોય મકાનમાં ૧૦ દિવસ સુધી રહેવા દો આમ કહીને ઘરમાં રહ્યાં બાદ વિધિ પૂર્ણ થતાં તેમના ફરી મકાન ખાલી કરવાનું જણાવ્યું હતું, પરંતુ જમીના બીબીના પરિવારના સભ્યોએ ઘર ખાલી કર્યુ ન હતું. અવારનવાર તેમની સાથે મિટિંગો કરી ઘર ખાલી કરવા સમજાવવામાં આવ્યું હતું. પરંતુ ઘર ખાલી કરવાની જગ્યાએ ગત ૨પમી નવેમ્બરના રોજ અચાનક દીલાવર અને જયદબ બીબી અને અબ્દુલનાઓએ સુલેમાનને ઘર નહીં ખાલી કરવાનું જણાવી તેમની સાથે ઉદ્ધત વર્તન કરી જાનથી નાંખવાની ધમકી આપવાની ઘટના બની હતી.