તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત બહારથી ખરીદેલા વાહનોનું વેટ, એન્ટ્રી ટેક્સ વગર રજીસ્ટ્રેશન નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેટ ફરકના ફાયદા માટે અન્ય રાજ્યમાંથી વાહનો ખરીદ્યા હોય તો ટેકસ અને વેટના સર્ટિ‌ફિકેટ આપવાનું તત્કાળ ફરજિયાત
ગુજરાત સિવાયના રાજ્યોમાં વેટ અને એન્ટ્રી ટેક્સની ટકાવારીમાં ફરક છે એનો ફાયદો ઉઠાવી અને ક્યારેક વેટ ચોરી કરીને કેટલાંક લોકો અન્ય રાજ્યોમાંથી નવું વાહન સસ્તામાં ખરીદી લાવે છે પરંતુ હવે એવા વાહનોનું આરટીઓ રજીસ્ટ્રેશન જ નહીં કરે. નાણા મંત્રાલયે સુરત ઉપરાંત રાજ્યની આરટીઓ કચેરીને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે બહારના રાજયોમાંથી વાહન ખરીદ્યા હોય પરંતુ વેલ્યુ એડેડ ટેક્સનું ચૂકવણુ ન કર્યુ હોય તો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરવું નહીં.
આ સિવાય ખરીદનારે એન્ટ્રી ટેકસનુ ચૂકવણુ કરાયું હોવાનું પ્રમાણ પણ રજૂ કરવાનુ રહેશે. બહારના રાજયોમાંથી વાહન ખરીદવામાં સીધો પાંચ થી પંદર ટકાનો ફાયદો હોવાને કારણે લોકો મહારાષ્ટ્રમાંથી વાહન ખરીદવાનું પસંદ કરતા હતા. બીજી તરફ કેટલાક દલાલો પણ વાહનો પર બાર ટકા વેટ અને બે ટકા જેટલા એન્ટ્રી ટેકસનુ ચૂકવણુ કર્યા વગર જ ગુજરાતમાં અન્ય રાજ્યોના વાહનો ઠાલવતા હતા. તેથી રાજયના નાણા મંત્રાલયે તમામ આરટીઓ કચેરીને એન્ટ્રી ટેકસ અને વેટ ચૂકવણાના પ્રમાણપત્ર વગર વાહન રજિસ્ટ્રેશન કરવાની મનાઇ ફરમાવી છે.
એન્ટ્રી ટેકસ અને વેટનું ચૂકવણું હોય તો જ પાસિંગ
આરટીઓને રાજ્ય સરકારનો પરિપત્ર મળ્યો છે જેમાં સ્પષ્ટ આદેશ છે કે એન્ટ્રી ટેકસ અને વેટનું ચૂકવણુ ન હોય તેવા સંજોગોમાં બહારના રાજયોના વાહનોનું પાસીંગ કરવું નહી.
બાબુભાઈ પ્રજાપતિ, આરટીઓ
મહારાષ્ટ્રમાં વાહનોની ખરીદી પર વેટ ઓછો અને એન્ટ્રી ટેક્સ જ નથી
મહારાષ્ટ્રમાં વેટ ૮થી ૯ ટકા છે. જયારે ગુજરાતમાં ૧૨ ટકાથી વધારે છે. મહારાષ્ટ્રમાં એન્ટ્રી ટેકસ નથી. તેથી ઉદાહરણ તરીકે એક લાખની રકમની કિંમતનુ વાહન હોય તો સીધો પાંચ થી સાત હજારનો ફાયદો મળે છે. તેથી લોકો ગુજરાત બહારથી વાહન ખરીદવાનું પસંદ કરે છે. ખાસ કરીને લકઝુરીયસ કારો જેની કિંમત રૂ.૧પ લાખથી વધારે હોય છે, તેવા ખરીદારો ખરીદી માટે મુંબઇ પસંદ કરે છે.