મહુવામાં વરસાદી છાંટા, ખેડૂતોને ચિંતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના ગામોમાં સોમવારે વહેલી સવારે વરસાદી છાંટા વરસ્યા હતાં. જેના પરિણામે ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા હતાં અને શાકભાજી, ડાંગર અને કેરીના પાકને નુકસાન થવાની ભીતીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

છેલ્લા પંદર દિવસથી સૂર્યપ્રકોપ કાળો કેર વરસાવતાં ગરમી અને બફારાથી લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. સોમવારે અચાનક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવી જતા આકાશમાં વાદળો છવાયા હતા. આ સાથે મહુવા પંથકમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. આ વરસાદ ૨૦ મિનીટ વરસાદી છાંટા પડયા હતા. મહુવા તાલકુના ઘણા ખરા ખેડૂતોએ ડાંગરના પાકની રોપણી કરી છે અને ડાંગરના પાકની કાપણી સમયે જ વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. આ સાથે કેરી પકવતાં ખેડૂતોને પણ કેરીની ચિંતા સતાવી રહી છે.

લગ્ન પ્રસંગની મજા બગડી

સોમવારના રોજ વહેલી સવારે વરસેલા વરસાદના પરિણામે લગ્ન પ્રસંગની મજા પણ બગડી હતી. વરસાદથી લગ્નનો મંડપ પણ પાણીમાં ભીંજાઇને નમી પડયો હતો. ઉપરાંત કાદવ કીચડ પણ જમા થઈ ગયો હતો. જોકે, બપોર બાદ સૂર્યદેવતા પોતાના મીજાજમાં આવતાં રાહત થઈ હતી.