રેલવેમાં ઇલેક્ટ્રોનિક્સ ઈક્વિપમેન્ટ બંધ: ડીસીએમના આદેશનો ઉલાળિયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક લાખ યાત્રિકોની સુવિધાના નામે મીંડુ
- આ કિસ્સામાં એરિયા રેલવે મેનેજર એસ.કે.યાદવના જણાવ્યાનુસાર તેઓએ જે તે જવાબદાર વિભાગને જાણ કરી છે. આ મામલો ટેકનિકલ હોવાથી તેઓ વધારે કંઇ કહી શકે તેમ નથી


દશેરા ટાણે જ સુરત રેલવે સ્ટેશનનું ઘોડું દોડતું નથી.સુરત રેલવે સ્ટેશન પર હાલમાં દિવાળી ટાંકણે પ્રતિ દિન એક લાખ કરતા વધારે યાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન અહીં છ માસ પહેલા લગાડવામાં આવેલા ઇલેક્ટ્રોનિક્સ સાધનો સંપૂર્ણ રીતે ઠપ્પ છે.આ સાધનો સિનિયર ડીસીએમ, વેસ્ટર્ન રેલવે ઇ.ટી.પાંડેના આદેશ બાદ એક માસ પહેલા ફરીથી ચાલુ કરાયા હતા.

આ સાધનો બે દિવસ ચાલ્યા પછી ફરીથી બંધ થઇ ગયા છે. સરવાળે ટાઉટોને ફાયદો કરાવવા માટે સુરતમાં કરંટ રિઝર્વેશન ચાર્ટ અને ટિકિટની કિંમત દર્શાવતા ડિસપ્લે ચાલુ કરવામાં આવતા નથી. આ મામલે ઝેડઆરયુસીસી મેમ્બરો દ્વારા દસ કરતા વધારે વખત ફરિયાદ કરવામાં આવ્યા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. કહેવાય છે કે ડીસીએમઆઈ ગણેશ જાદવને નોટિસ ફટકાર્યા બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ.

આ સાધનો પણ બંધ

કરંટ રિઝર્વેશન ઇલેક્ટ્રોનિક્સ ચાર્ટ સિસ્ટમ બંધ છે. સુરત તરફ આવી રહેલી ટ્રેનમાં કેટલી સીટ બાકી છે. તે આ ચાર્ટ બતાવે છે. આ સિસ્ટમ છ માસથી બંધ છે. ટાઉટો અને રેલવે સ્ટાફ ભેગા મળીને પ્રતિ દીન અડધો લાખની રોકડી યાત્રીઓ પાસેથી કરે છે.હાલમાં એક માસ પહેલા પીએનઆર નંબર બતાવતી ટચ સ્ક્રીન શરૂ કરાઇ હતી. તે પણ બંધ છે. આ સિસ્ટમ બે દિવસ ચાલી હતી, ત્યારપછી બંધ થઇ ગઇ છે.રેલવે ટિકિટની કિંમત બતાવતું ઇલેક્ટ્રોનિક્સ ડિસપ્લે બંધ છે. તેને કારણે રેલવે બુકીંગ કારકૂનો લોકો પાસેથી કિંમત કરતા વધારે નાણા પડાવી રહ્યાં છે.

વિજીલન્સ દ્વારા હાલમાં બે બુકીંગ કારકૂનોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.સિનિયર ડીસીએમ ઇ.ટી.પાંડેને વાણિજ્ય નિરિક્ષક કચેરીએ આ મામલે સિસ્ટમ ચાલુ હોવાનું જણાવીને ગેરમાર્ગે ર્દોયા હતાં. વાણિજય નિરિક્ષક કચેરીના વડા ગણેશ જાદવને શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે. જોકે આમ છતાં રેલવેમાં જાણે ચારેકોર ધાંધિયા જ ચાલી રહ્યાં હોય તેવી સ્થિતિ છે. અને જેડીયુઆરએમના મેમ્બરોની તો જાણે કોઈ વાત જ નથી સાંભળતું.