સહકારી વિભાગના સુરત જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં દરોડા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની ડાયમંડ જ્યુબિલી બેંક, ઉધના કો-ઓ. બેંક, વિસનગર સહકારી બેંક અને ડુમસની એક સહકારી મંડળીમાં પૂર્વ રજિસ્ટ્રારે કરેલી ગોબાચારી સામે રાજ્ય સહકારી વિભાગને ફરિયાદ મળતા શુક્રવારે વિભાગના અધિકારીઓએ નાનપુરા બહુમાળી મકાનમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસમાં દરોડા પાડતાં ખળભળાટ મચી ગયો હતો.
વર્ષ ૨૦૦૬થી ૨૦૦૯ના સમયગાળામાં કમલેશ પટેલ સુરત જિલ્લા રજિસ્ટ્રાર હતા.તે વખતે ડાયમંડ જયુબિલી કો. ઓ. બેંક, ઉધના કો. ઓ. બેંક, વિસનગર સહકારી બેંક અને ડુમસની સહકારી મંડળીમાં જમીન તથા વન ટાઇમ સેટલમેન્ટના મામલામાં ગોબાચારી થઈ હોવાની ગાંધીનગર ખાતે રાજયના સહકારી વિભાગ તથા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસના તમામ કર્મચારીઓને બહાર મોકલી દેવામાં આવ્યા હતા.અધિકારીઓ વિવાદસ્પદ ૧૯ જેટલી ફાઇલો લઈને રવાના થઈ ગયા હતા.અચાનક અધિકારીઓ ટપકી પડતા કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો. જોઇન્ટ રજિસ્ટ્રાર ઇન્કવાયરી જે. એમ. કટારાએ કહ્યું હતું કે આ ડિર્પામેન્ટલ ઇન્કવાયરી હોવાને કારણે વધુ માહિ‌તી આપી શકાય તેમ નથી.