• Gujarati News
  • Raging Case Two Student Suspended For 1 Years Surat Latest News

રેગિંગ કેસ: 2 વિદ્યાર્થી એક વર્ષ માટે સસ્પેન્ડ, 3ને ડિગ્રેડ કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

રેગિંગ કેસ: 2 વિદ્યાર્થી એક વર્ષ માટે સસ્પેન્ડ, 3ને ડિગ્રેડ કરાયા

સુરત: દેશની ખ્યાતનામ એન્જીનીયરીંગ કોલેજોમાં સ્થાન પામતી સુરતની એસવીએનાઇટી કોલેજ ખાતે સિનિયરો દ્વારા જુનિયરોની રેગીંગ કરવાનાં પ્રકરણમાં સોમવારે કમિટીની મિટિંગમાં વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની જે પ્રમાણેની કરતૂત હતી તેની સામે સજા આપવામાં એસવીએનઆઇટી મેનેજમેન્ટ કાચું પડ્યું હતું હોય તેમ બે વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા જ્યારે બાકીનાં ત્રણ વિદ્યાર્થીઓને ડિગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એસવીએનઆઇટીમાં ગત 12 નવેમ્બરે 5 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરો સાથે રેગિંગ કરી હતી. આ મામલે ઉમરા પોલીસ મથકમાં અરજી કરતાં ભારે હોબાળો થયો હતો. જેમાં 5 વિદ્યાર્થીઓની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો હતો પણ આના ઘેરાપ્રત્યાધાત રૂપે એસવીએનઆઇટી દ્વારા એન્ટી રેગીંગ કમિટિની નિમણુંક કરાઇ હતી. આ કમિટિની મિટિંગ સોમવારે મળી હતી, જેમાં વધુ પજવણી કરનાર બે વિદ્યાર્થીઓનું આ વર્ષનું એડમિશન અટકાવી દઇ તેમને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતાં જ્યારે બીજા ત્રણ વિદ્યાર્થીનું ડિગ્રેડ કરાયા હતાં. જોકે, વિદ્યાર્થીઓએ જે કરતૂત કરી છે તેની સામે આ સજા ખૂબ જ ઓછો હોવાનું શિક્ષણ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
કોને કેટલી સજા?
* તેજવીર સીંઘ આનંદ * દુલગચ હરીયુંગ સીંઘ: રેગીંગમાં મુખ્ય રોલ ભજવનાર બંને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો. કોલેજમાં પ્લેસમેન્ટમાં ભાગ નહી લઇ શકે.
* અંતરીક્ષ ડોગ્રા * કરણ કિશોર સીંધ * અંશુમન મિશ્રા | આ ત્રણેય માત્ર ડિગ્રેડ કરાયો હતો. સ્કોલરશીપ અને અન્ય લાભો પણ રદ્દ
ગુના પ્રમાણે સજા
તપાસ દરમિયાન બે વિદ્યાર્થીઓનાં ઇન્વોલમેન્ટ વધારે જ્યારે અન્ય ત્રણનાં માઇનોર ઇન્વોલમેન્ટ હોય તે આધારે તેમને સજા ફટકારાઇ છે. > પી.ડી.પોરે, ડિરેક્ટર, SVNIT