તાપી નદીમાં રેતીખનન કરતી ૪ નાવ ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સોમવારે રાત્રે ભૂસ્તર ખાતાએ તપાસ કરી પણ કંઇ ન મળ્યું
ડુંગરા ગામે મંગળવારના રોજ મામલતદાર પોતાની ટીમ સાથે તાપી નદીમાં ગેરકાયદે રેતીખનન પ્રવૃત્તિની ફરિયાદને પગલે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન મામલતદારે ગેરકાયદે રેતીખનન કરી રહેલી ચાર નાવડી ઝડપી પાડી હતી.
કામરેજ તાલુકામાંથી પસારથતી સૂર્યપુત્રી તાપી નદીમાં ઘણાં સમયથી રેતી ખનનની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે, જેના પગલે રેતીમાફિયાઓ દ્વારા નદીમાં સરેઆમ ગરેકાયદે રેતી ખનન કરી રહ્યાં છે. જે અંતર્ગત સોમવારે રાત્રિના સુરત કલેક્ટર કચેરીની ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. મામલતદારે ચેકિંગ ડુંગરા તથા ઘલા ગામે તાપી નદીમાં કર્યું હતું.
ડુંગરા ગામે ખાણખનિજની ટીમને કઈ મળ્યું ન હતું. ભૂસ્તર શાસ્ત્રી અધિકારીઓ દ્વારા ડુંગરા ગામની મહિ‌લા સરપંચ સાથે રાત્રિના મિટિંગ કરવામાં આવી હતી. નદીમાં ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી હતી. નદીમાં ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ ચાલે છે એ અંગે સરકારી તંત્રને જાણ કરવા તાકીદ કરવામાં આવી હતી.
મંગળવારના રોજ ખાણ ખનિજ વિભાગને ડુંગરા ગામે એકવારની બાજુમાં ગેરકાયદે રેતીની નાવડીમાં મુકી રેતીખનનની પ્રવૃત્તિની જાણ થતાં સવારના ૧૧.૦૦ કલાકે કામરેજના મામલતદાર, અન્ય નાયબ મામલતદાર તથા સ્ટાફ સાથે ડુંગરા તાપી નદીના કિનારે દોડી ગયા હતાં.
નદીમાં ઓવારાની બાજુમાં પાણી લોખંડની પાઈપવાળી ચાર મશીન સાથેની નાવડી, ૨ ડીઝલના ૩પ લિટરના કેરબા, ૪ કેરોસિનના ૩પ લિટરના કેરબા સહિ‌તનો મુદ્દામાલ મામલતદારે ઝડપી પાડ્યો હતો. આ અંગે મામલતદારો પંચકેશ કરી મુદ્દામાલને કબજે લઈ ડુંગરા ગ્રામ પંચાયતમાં મુક્યો હતો. મામલતદારની ગાડી તાપી નદીમાં પ્રવેશતાની સાથે રેતી માફિયા તુરંત જ પોતાના સાધનો મુકી નાસી છૂટ્યા હતાં.