બેફામ ટ્રકોનો વિરોધ, મોસાલી બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જીઆઈપીસીએલ દ્વારા માંગરોળ વિસ્તારમાં લિગ્નાઇટની પૂરઝડપે દોડતી ટ્રકોથી ગ્રામજનોમાં અકસ્માતનો ભય
- ગ્રામજનો દ્વારા કોઈપણ સંજોગોમાં જીઆઈપીસીએલની ટ્રકો નહીં દોડવા દેવા સુધી લડતની તૈયારી
- લિગ્નાઈટની દોડી રહેલી ટ્રક માટે અલગ રસ્તો બનાવવાની માગણી કરતા ગ્રામજનો


માંગરોળ તાલુકાના નાની નરોલી ખાતે આવેલી જીઆઈપીસીએલની લિગ્નાઈટ ભરેલી ટ્રકોમાંગરોળ- મોસાલીના ભરચક અને બજાર જેવા વિસ્તારમાંથી બેફામ રીતે હંકારવામાં આવી રહી છે. આ લિગ્નાઈટ ભરીને દોડતી ટ્રકો ઉપરોક્ત માર્ગથી પસાર થતાં ઘણી વખત અકસ્માતોના બનાવો બને છે. તેમજ ભવિષ્યમાં આ ટ્રકોને કારણે મોટા અકસ્માતો થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. આથી આ દોડતી ટ્રકોને બંધ કરાવવા મુદ્દે મોસાલી માંગરોળ વિસ્તારની પ્રજા શુક્રવારે રસ્તા પર ઉતરી આવી હતી. તેમજ તેનો વિરોધ કરી મોસાલીમાં બજાર બંધ રખાયો હતો અને તેનો ઉગ્ર વિરોધ દર્શાવવામાંઆવ્યો હતો.

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે આવેલી જીઆઈપીસીએલ લિગ્નાઈટમાંથી વિજળી ઉત્પાદન કરવાની કામગીરી કરવામાં આવે છે. આ કારણે મોસાલી અને માંગરોળ તાલુકાના વિસ્તારમાંથી લિગ્નાઈટ ભરીને બેફામ દોડતી ટ્રકો ભારે આફતરૂપ સાબિત થઈ રહી છે. આ લિગ્નાઇટની ટ્રકોના કારણે નાના-મોટા અકસ્માતો પણ થયા છે. અનેક લોકો અકસ્માતમાંથી માંડ માંડ બચી જવાના કિસ્સા પણ નોંધાયા છે. આથી આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળે છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....