• Gujarati News
  • Prisoner Slapped Narayan Sai In The Jail Latest News Surat

જેલમાં નારાયણને તમાચો મારનારે કહ્યું સાધુ બની દુષ્કર્મ કરે એને છોડાય નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેલમાં નારાયણને તમાચો મારનારે કહ્યું સાધુ બની દુષ્કર્મ કરે એને છોડાય નહીં
જેલ બદલી આપવા બબલુની માગણી
સુરત: ‘એક સાધુ જેવી વ્યક્તિ આવું દુષ્કૃત્ય કરે તો તેને છોડાય નહીં’ સુરતની સાધિકા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી જેલવાસ ભોગવી રહેલા દુષ્કર્મના આરોપી નારાયણને બે દિવસ પહેલા તમાચો ચોડી દેનારા કેદી બબલુ પરીન્દાએ પોતાના નિવેદનમાં આવું જણાવ્યું હતું. બબલુએ જેલ બદલવાની માગણી કર્યા બાદ નારાયણને તમાચો મારવા બાબતે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં તેણે નારાયણને તમાચો મારવાના કારણમાં આ નિવેદન લખાવ્યું હતું.આશ્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયેલા નારાયણને જેલમાં તેની સાથે નાર્કોટિક્સના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા બલ્લુ ઉર્ફે પરીન્દા સાથે બુધવારે તકરાર થઈ હતી, જેમાં બબલુએ નારાયણને તમાચો ચોડી દીધો હતો. બબલુની સજા પૂરી થવા આવી હોવાથી તેણે દંડની રકમ ભરવાની હતી.

દરમિયાન જેલમાં નારાયણ કેદીઓને આર્થિક મદદ કરતો હોવાનું તેને જાણવા મળતાં તેણે નારાયણ પાસે નાણાંની માગણી કરી હતી. જો કે, નારાયણે આ મુદ્દે ઈનકાર કરતાં બંને વચ્ચે તકરાર થઈ હતી અને બબલુએ નારાયણને તમાચો ચોડી દીધો હતો. આ પ્રકરણમાં નારાયણને જેલ સત્તાધીશોએ ફરિયાદ નોંધાવવાનું કહેતા તેણે ફરિયાદ નોંધાવવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે નારાયણને તમાચો ચોડી દેનારા બબલુએ જેલ બદલવાની માગણી કરી હતી. આ સંદર્ભમાં જેલ અધિક્ષકે બબલુનું નિવેદન લીધું હતું, જેમાં તેણે ‘એક સાધુ જેવી વ્યક્તિ આવું દુષ્કર્મ કરે તો તેને છોડાય નહીં’ તેવું નિવેદન લખાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.