ઉદવાડામાં આચાર્યે શિક્ષિકાની છેડતી કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અન્ય ત્રણ શિક્ષિકાને પણ હેરાન કરતો હોવાનું બહાર આવતાં આચાર્યની ધરપકડ

ઉદવાડા ગામની શેઠ પી પી મિસ્ત્રી હાઇસ્કુલના આચાર્યએ શાળાની ચાર મહિ‌લા શિક્ષિકા જોડે શારીરિક અડપલા કરી છેડતી કરાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. શાળાની શિક્ષિકાએ પારડી પોલીસ મથકમાં આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ટ્રસ્ટી મંડળ અને શિક્ષકો વચ્ચે થયેલી મીટીંગમાં ન્યાય ન મળતા આચાર્યના બેહૂદા વર્તનથી કંટાળેલી શિક્ષિકાએ આખરે સોમવારે આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. પોલીસે બનાવની ગંભીરતા લઇ તાત્કાલિક આચાર્યની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ચાર માસ અગાઉ સ્કૂલમાં સહાયક શિક્ષિકા તરીકે જોડાયેલા બીલીમોરાના પદમીશા ટેલરને આચાર્ય શૈલેષ ઝરીવાલા (પપ)એ પોતાની ઓફિસમાં બોલાવી હતી. આચાર્યએ વાસનામાં આવી જઇ શિક્ષિકાની પીઠ ઉપર હાથ ફેરવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમયે પદમીશાએ આ વાતને સાહજિકતાથી લીધી હતી પરંતુ થોડા સમય બાદ આચાર્યએ તેણીના અંત : વસ્ત્રો વિષે ગંદી મજાક કરતા શિક્ષિકાએ શૈલેષના આ વર્તન અંગે અન્ય મહિ‌લા શિક્ષિકાને વાત કરી હતી. જેમાં આચાર્યના બદ ઇરાદાનો ભોગ અન્ય શિક્ષિકાઓ પણ બની હોવાનું બહાર આવ્યું હતું.

સામાજિક બદનામીના બીકે ભોગ બનેલી ઉષાબેન પટેલ, કવિતા ટંડેલ, વસુધરા ટંડેલે કોઈને રાવ કરી ન હતી.પદમીશાએ અન્ય મહિ‌લા શિક્ષિકાઓની જેમ ચુપ રહેવાને બદલે આચાર્યના ગેર વર્તણુક સામે ટ્રસ્ટી મંડળ ને રાવ કરવાનું અને આચાર્ય ને ઉઘાડા પાડવાનો નિર્ણય કર્યો હતો. વર્ષોથી ચુપ રહેલી ત્રણ મહિ‌લા શિક્ષિકાઓ પણ તેમની સાથે જોડાઈ હતી અને તેવો મળીને શાળાના ટ્રસ્ટી મંડળને સમગ્ર વાત અંગે લેખિતમાં જાણ કરી હતી.