તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષા યુનિયનોએ શહેરમાં નવા દર પ્રમાણે ભાડુ દર્શાવતા બેનર લગાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રિક્ષા ચાલકો પણ હવે નવા ભાવ પ્રમાણે મુસાફરો પાસેથી પૈસા વસુલતા થયા

ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં કરેલા ઘટાડા બાદ શહેરના રિક્ષા ચાલક યુનિયનોના આગેવાનોએ પણ સામાન્ય મુસાફર ભાડામાં એક રૂપિયાથી માંડીને પાંચ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રિક્ષા યુનિયનના આગેવાનોની આ વાતને ધ્યાનમાં રાખીને શહેરના રિક્ષા ચાલકો પણ મુસાફરો પાસેથી નવા દર પ્રમાણે ભાડુ વસુલતા થયા છે. મુસાફરો અને રિક્ષા ચાલકોને નવા ભાડાના દર અગે માહિ‌તી મળી રહે તે માટે રિક્ષા યુનિયનના આગેવાનોએ શહેરના મુખ્ય એવા ચાર સ્થળો પર નવા ભાડાના દરના બેનર પણ લગાવ્યા છે.

સીએનજીના ભાવમાં ફેબ્રુઆરી માસના ૨૦ દિવસમાં બે તબક્કામાં થયેલા રૂ.૧૬.૩૦ પૈસાના ભાવ ઘટાડા બાદ શહેરના જયભારત ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખ ધનજીભાઇ ચાવડા, વરાછા ઓટો રિક્ષા સંઘના જયંતિભાઇ પ્રજાપતિ, અધિકાર રિક્ષા ચાલક યુનિયનના ઓમપ્રકાશ શ્રીવાસ્તવ અને શ્રમજીવી ઓટો રિક્ષા ચાલક સંઘના સતપાલસીંગ રાણા સહિ‌તના નવ યુનિયનના આગેવાનોએ રિક્ષા ભાડાના દરમાં ઘટાડો કરવાનો આવકાર દાયક નિર્ણય લીધો હતો. રિક્ષા ચાલક યુનિયનના આગેવાનોની આ અપીલને માન આપીને શહેરના રિક્ષા ચાલકો પણ બુધવારે સવારથી જ નવા દર પ્રમાણે મુસાફરો પાસેથી ભાડુ વસુલવા લાગ્યા છે.

શહેરના રિક્ષા ચાલક યુનિયનના આગેવાનો અનેરિક્ષા ચાલકોએ પોતાને સસ્તો ગેસ મળતો થયો હોવાથી તેનો તમામ લાભ પોતાના સુધી સિમિત ન રાખતા શહેરના છેવાડાના માનવી સુધી આ લાભ પહોંચે અને તેમેને પણ આર્થિ‌ક ભારણ ઓછુ થાય તેને ધ્યાનમાં રાખીને લીધેલા નિર્ણયને શહેરીજનોએ પણ આવકાર આપ્યો હતો.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો