ગુના પકડાવતી RK ઇન્ફ્રાટેલની એક કરોડની સર્વિ‌સ ટેક્સ ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કેમેરા પ્રોજેક્ટમાં સામેલ કંપની ખૂદ એક્સસાઇઝના સાણસામાં
સુરત એકસાઇઝ અને કસ્ટમ વિભાગની પ્રિવેન્ટીવ વિંગે અડાજણ વિસ્તારમાં આર.કે.ઇન્ફ્રાટેલમાં દરોડા પાડીને રૂપિયા ૧ કરોડ ચોરી પકડી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું એવા શહેરના સીસીટીવી પ્રોજેક્ટ માટે આર.કે. ઇન્ફ્રાટેલે એક વર્ષ માટે મફત ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક આપ્યું છે.
અડાજણ વિસ્તારમાં આવેલી આર.કે. ઇન્ફ્રાટેલ કંપનીમાં સોમવારે પ્રિવેન્ટીવ વિભાગે દરોડા પાડ્યા હતા.નેટવર્કિંગનું કામકાજ કરતી આ કંપની સર્વિ‌સ ટેક્સ ભરતી નથી એવી માહિ‌તીને આધારે અધિકારીઓ પહોંચી ગયા હતા.આર. કે. ઇન્ફ્રા સાથે સંકળાયેલી એરલિંક કપંની અને બીજા પેટા કંપનીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. બે દિવસની તપાસમાં અધિકારીઓને રૂપિયા ૧ કરોડની સર્વિ‌સ ટેક્સ ચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી.
આર.કે. ઇન્ફ્રાટેલ હાલ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલા શહેર પોલીસના મેગા સીસીટીવી પ્રોજેક્ટ વખતે ચર્ચામાં આવી હતી. આ કંપનીએ એક વર્ષ માટે આખું નેટવર્ક મફત ઉપયોગ કરવા આપ્યું છે. કંપનીના સંચાલકો કહે છે કે જે ટેલિકોમ કંપનીઓને તેમણે નેટવર્ક ભાડે આપ્યું છે તે કંપનીઓ લાંબા સમયથી પેમેન્ટ આપતી જ નથી. તેને કારણે તેમણે સર્વિ‌સ ટેક્સ ભર્યો નથી.
- રૂ. પપ લાખની એક્સાઇઝ ચોરી
બીજા એક કેસમાં વરાછા અને કડોદરા વિસ્તારમાં દુકાન ધરાવતા સંતકૃપા રોલીંગ શટરમાં એક્સાઇઝ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રૂપિયા પપ લાખની એકસાઇઝ ચોરી પકડી પાડવામાં આવી હતી.
- ટેલિકોમ કંપની પૈસા નથી આપતી
છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ ટેલિકોમ કંપનીઓ પાસે મારે રૂ. પ કરોડથી વધુ લેવાના નીકળે છે. જે તે વખતે બિલ બની ગયા હોવાને કારણે સર્વિ‌સ ટેક્સ વિભાગે રીકવરી કાઢી છે. પરંતુ હું ટેક્સ કેવી રીતે ભરું?
- રાજેન્દ્ર શેઠ, સંચાલક, આર.કે. ઇન્ફ્રાટેલ