• Gujarati News
  • Prakash Patel Attacked In UK Report Half And Month To Brother

પંકજ પટેલ પર UKમાં હુમલાની ભાઈને દોઢ મહિ‌ને જાણ થઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પિતા-પુત્રી ઉપર ટ્રામમાં થયેલા હુમલાની ઘટનાથી ત્યાં વંશીય ભેદભાવ થતો હોવાનું બહાર આવ્યું

ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં અબ્રામાના મૂળ રહેવાસી પિતા-પુત્રી ઉપર હુમલાની ઘટના બનતા ત્યાં વંશીય ભેદભાવ અને હુમલા થતા હોવાની વાત પ્રકાશમાં આવી છે. પ્રકાશ મગનભાઈ પટેલ ઉપર હુમલાની માહિ‌તી ગઈકાલે જ તેમના અબ્રામા રહેતા ભાઈ નિવૃત્ત સરકારી કર્મચારી અરૂણભાઈ પટેલને મળી હતી. ૨૬મી જાન્યુઆરીએ મૂળત: નવસારી નજીકના ખારાઅબ્રામા ગામના વતની પ્રકાશ મગનભાઈ પટેલ ઈંગ્લેન્ડમાં ફૂટબોલની મેચ જોઈ પોતાની પુત્રી દેવયાની સાથે ટ્રામમાં આવતા હતા ત્યારે છથી સાત યુવાનોએ પિતા-પુત્રી સામે વંશીય ટીપ્પણી કરી હતી. જેને રોકવાનો પ્રયત્ન કરતા પ્રકાશભાઈ અને તેની પુત્રી ઉપર હુમલો કરી ઘાયલ કર્યા હતા.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...