પુજા અપમૃત્યુ પ્રકરણમાં દહેજ લાલચુ જેઠની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસ મનોજને હોસ્પિટલમાંથી રજા અપાતા લઇ આવી

શહેરના ટોક ઓફ ધી ટાઉન બનેલા પૂજા અપમૃત્યુ કેસમાં પોલીસે અત્યાચારી પતિની ધરપકડ બાદ બે દિવસના રિમાંડ મેળવ્યા હતા, જ્યારે બીપી વધી જતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દહેજ લાલચુ જેઠને રજા અપાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. એક દિવસના રિમાંડ દરમિયાન સાસરિયાના ત્રાસનો ભોગ બનેલી પૂજાના હાથે જે નિશાન મળ્યા હતાં તે પતિ થકી જ મારથી થયા હોવાનુ પણ બહાર આવ્યું છે.

પાર્લેપોઈન્ટની પૂજા અગ્રવાલ (૩૦)ને લગ્નના બેમાસ બાદથી પતિ સહીત સાસરિયાવાળાઓએ રૂપિયા પ૦ લાખના દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ ગુજારતા રહ્યા હતા લગ્નને ૧૧ વર્ષ થવા છતાં નાનીનાની બાબતોમાં પતિ રવિ મારઝુડ કરતો હતો તેથી આખરે પૂજાએ આપઘાત કરવા મજબુર બની હતી.

પૂજાના અપમૃત્યુ અંગે કાઠમંડુ રહેતા પિતા સત્યનારાયણ અગ્રવાલે ઉમરા પોલીસ મથકે ફરિયાદ કરતા સાસરિયાવાળાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ ક્ર્યો હતો. શુક્રવારે ઉમરા પોલીસે રવિની મોડી સાંજે ધરપકડ બતાવી હતી. અને કોર્ટ સમક્ષ એક દિવસના રિમાંડ મેળવ્યા હતાં. રિમાંડ દરમિયાન પોલીસે કરેલી પુછપરછમાં પુજાના ફોરેન્સિક પીએમમાં ઈજાના જે નિશાનો મળ્યા હતા તે પતિના અત્યાચારને લીધે જ થયા હોવાની વિગતો પણ બહાર આવી હતી. જ્યારે મંગળવારે રિમાંડનો છેલ્લો દિવસ હોઈ અન્ય ફરાર સાસરિયાવાળા ક્યાં છે તેમના લોકેશન અંગે પુછપરછ કરાશે.

પીએમ પ્રકરણમાં બંધબારણે તપાસ

સિવિલ હોસ્પિટલમાં રાત્રી દરમિયાન થયેલા પુજાના પોસ્ટર્મોટમને લીધે વિવિદ સર્જા‍યો છે. સાસરિયામાં આપઘાતના કેસમાં મોડી રાત્રે પોસ્ટર્મોટમ નહી કરવાનો વર્ષોથી રાજ્ય સરકારનો સરક્યુલર છે. તેમ જ સુપ્રિમ કોર્ટની પણ ગાઈડલાઈન છે ત્યારે સિવિલમાં થયેલા પોસ્ટર્મોટમ અંગે ઉઠેલા વિવાદથી શહેર પોલીસ હરકતમાં આવી છે. અને ઉચ્ચઅધિકારીઓ આ મામલે ઝીણવટભરી બંધબારણે તપાસ ચલાવી રહ્યાં છે.

રવિવારે મોડી સાંજે ડીસીપી ઝોન-૨ના અધિકારી દવેએ સીએમઓ ડો.શક્તિ આંબલિયાની સિવિલ ચોકીમાં લાંબી પુછપરછ હાથધરી હતી. વધુ જાણવા મળ્યા મુજબ મોડી રાત્રે કેટલા પોસ્ટર્મોટમો કરવામાં આવ્યા છે તે અંગેની વિગતો મંગાઈ હોવાનુ પણ પોલીસના વિશ્વસનિય સુત્રો જણાવી રહ્યાં છે.