પોલીસ પરિવારોનું સંમેલન યોજાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોદી સમર્થક મહિલા મંડળ ૧૦મી જુને પોલીસજવાનોને સન્માનશે ભાજપના સંમેલનો પછી હવે મોદી સમર્થક મહિલા મંડળે પોલીસ પરિવારોનું સંમેલન યોજવાની જાહેરાત કરી છે. સારી કામગીરી કરનારા પોલીસ જવાનો અને શહીદ પોલીસ જવાનોના પરિવારોને આગામી ૧૦મી જુને આ સંમેલનમાં સન્માનિત કરાશે. પોલીસતંત્રને પ્રોત્સાહિત કરીને તેમની છબી સુધારવા માટે આયોજન કરાયું હોવાનું કારણ આગળ ધરાયું છે. પ્રમુખ ઉજજવલા નિકમનું કહેવું હતું કે, ઉમરા પોલીસ પાસેના પાલિકાના પાર્ટીપ્લોટ ઉપર આ સંમેલન યોજાશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રફૂલ્લ પટેલ અને પોલીસવડા ચિતરંજન સિંગની હાજરીમાં ત્રણ શહીદ પોલીસ પરિવારોને સહાય અપાશે.