તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'આંબી જા સૂરજને, મારી આંખોથી’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નર્મદ સાહિ‌ત્ય સભામાં વિવિધ ભાષાની કવિતાઓના પઠનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મૈથિલી, ચીની, હિ‌ન્દી, ઊદુર્‍, બંગાળી, અરબી કવિતાઓનું પઠન કરાયું

નર્મદ સાહિ‌ત્ય સભા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ભાષાની ઉત્તમ કવિતાઓના પઠનનો એક વિશષ્ટિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાવ્ય પઠનમાં સુરતના સાહિ‌ત્યકારો અને કવિઓએ ભાગ લીઘો હતો અને ગુજરાતી સાથે ચાઇનીઝ, મરાઠી, કન્નડ, અંગ્રેજી, હિ‌ન્દી, ઊદુર્‍, બંગાળી, સિંધી, અરબી, અમેરિકન, મણીપૂરી, તેલુગુ, ઈટલી અને મૈથિલી જેવી વિવિધ ભાષાઓમાં કવિતાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સૌથી પહેલા જે-તે કવિતા એની મૂળ ભાષામાં રજૂ કરાઇ હતી અને ત્યારબાદ એનો ભાવાનુવાદ ગુજરાતીમાં રજૂ કરાયો હતો. જેમાં પ્રજ્ઞા વશી, ધ્વનિલ પારેખ, નૈના પારેખ, રવીન્દ્ર પારેખ, યામિની વ્યાસ, રીટા ત્રિવેદી, એસ.એસ.કલસીવાલાએ કવિતો રજૂ કરી હતી.

- વિવિધ ભાષાની આ કવિતાઓ રજૂ કરાઇ

સિંધી


મુંબઈની લોકલ ગાડીમાં
ડબ્બાની વચ્ચે
લોખંડના સળિયાઓ લટકે છે
જેમાં
લટકે છે હાથકડીઓ.
કેટલાક યાત્રી
તે કડાંને પકડીને ઊભા છે.
ના, ના,
તેઓ ઊભા નથી
લટકે છે
માનો કે એક જ સમયે
કોઈ સાદો ઇન્સાન
લાચાર ઇન્સાન
ઇશુની જેમ
શૂળી પર લટકાવી દીધો છે.
દરેક ઈસુને
પોતપોતાનો વધ સ્તંભ હોય છે.

અમેરિકન

મારી જાતને હું માપું
ઊંચા ઝાડ પાસે ઊભો રહી
હું તો ઝાડ કરતા ઊંચેરો.
આંબી જા સુરજને
મારી આંખોથી
અને પહોંચી જા દરિયા કિનારે
મારા કાનથી.
અને છતાંય
મારા પડછાયામાં થતી
કીડીઓની આવનજાવન
મને કઠે.

અરબસ્તાની

મારી આંખો થાકી ગઈ છે, ત્રાસી ગઈ છે દિવસોથી
દિવસો ન હોય તોપણ તોબા તોબા પોકારી ગઈ છે
છતાય મારે શું બાકોરાં પાડવાના છે ?
અને દીવાલ પછી દીવાલની આરપાર નીકળવાનું છે ?
દિવસોની, કોઈ બીજા દિવસની શોધમાં ?
ત્યાં છે ખરો ? છે ખરો ત્યાં કોઈ બીજો દિવસ ?

ઇટાલી

પવન
ને ચગ્યો છે પવન
રસ્તે ધૂળની રમત.
અજ્ઞાત ભણી
ધકેલાતાં પાન
માનવીની જીંદગી સમાન

તેલુગુ

મૌનની બીજી બાજુ
અમારા મૌનને તમે
માની લીધું
નિરુત્સાહ
કદાચ
તમે જાણતા નહી હો
દીવાલ પરની બંદૂક પણ
હોય છે મૌન

મૈથિલી

હથિયાર
થોડી વાર વિચાર કરીએ છીએ
તો થોડું હસી લઈએ છીએ
થોડું લખીએ
તો જીવી ગયા
ચાર દિવસ
હસવા અને
જીવવા માટે
વિચારવું અને લખવું
બહુ જરૂરી છે
બહુ જરૂરી છે
પોતપોતાના યુદ્ઘ માટે
પોતપોતાનું
હથિયાર.