તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં હોલીવુડ મુવી પરથી ભજવાશે નાટક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાટ્ય સ્પર્ધામાં જાણીતી હોલિવુડ મૂવી પરથી બનેલું નાટક અને સાથે ગુજરાતી રંગભૂમીના જાણીતા નાટકો પણ રજૂ થશે

કોર્પોરેશન દ્વારા યોજાતી સુરતની ૪૨મી નાટયસ્પર્ધાના પડઘમ વાગી ચૂક્યા છે અને આ વખતે ઘણાં અલગ પ્રકારના નાટકો સુરતીઓ માટે આવી રહ્યાં છે. હવે સ્ક્રૂટિની યોજાશે અને ત્યારપછી સ્પર્ધાની તારીખ પણ નક્કી કરી દેવાશે. અત્યાર સુધીમાં બાવીસ ટીમે ફોર્મ ભર્યા છે અને નવા ગૃપ પણ જોડાયા હોવાને કારણે નાટય સ્પર્ધા બરાબરની જામશે. સિટી ભાસ્કરે સુરતના ડ્રામા ગ્રુપ્સ સાથે વાત કરીને સ્પર્ધામાં કયા પ્રકારના નાટક રજૂ કરવામાં આવશે એ બાબતે વાત કરી હતી.

આ કોમ્પિટિશનમાં આ વખતે સુરતમાં ૨૦૦૬માં આવેલા પૂરની પરિસ્થિતિનું વર્ણન કરતું નાટકભજવાશે તો જૂની રંગભૂમિનું સુપરહિ‌ટ નાટક પણ ભજવાશે. આ વખતે ઓછા પાત્ર ધરાવતા નાટકો સ્પર્ધામાં વધારે જોવા મળશે. જાણીતા દિગ્દર્શક કપિલ દેવ શુક્લ માત્ર બે કેરેક્ટર વાળું નાટક 'ખેલંદો’ રજૂ કરવાના છે, જે પણ ગુજરાતી રંગભૂમીનું સૌથી સુપર હિ‌ટ નાટક છે.